________________
આનંદઘન પદ
-
૧૧
-
નથી. એટલું જ નહિ પણ પૂર્વના જાગૃત સંસ્કારો તેને ઢેલથી દૂર રહેવા પ્રેરતા હોય છે તેથી એની નજીક ફરકતી, મોહરાજાના પરિવારમાં માયા, તૃષ્ણાને ઢેલડીની ઉપમા આપવામાં આવી છે એવી મોરને રીઝવવા આંટા મારતી ઢેલડીઓને તે પોતાની સમીપ તો નથી આવવા દેતો પણ ઢેલોને દૂર હડસેલે છે. છતાંય ઢેલને ગર્ભ રહે છે, એનું કારણ એ છે કે પૂર્વભવના જાગૃત થયેલા સંસ્કારોથી મોરને પોતાની આ વર્તમાન સ્થિતિ અને તે માટે થયેલી પોતાની ભૂલ અંગે પારાવાર પશ્ચાતાપ હોય છે અને તેનું આક્રંદ (રૂદન) હોય છે. પશ્ચાતાપથી ઘનીભૂત થયેલ અત્યંત વિષાદભર્યા એ રૂદનથી જે આંસુ ઝરે છે તેમાં મોરનું વીર્ય પણ ભળી જાય છે. મોરની આંખોમાંથી ઝરતાં એ પશ્ર્ચાતાના આંસુ ઢેલ પોતાના મુખમાં ઝીલી લે છે અને પી જાય છે, જેના ફલસ્વરૂપ ઢેલ ગર્ભ ધારણ કરે છે. મોરના જાણકારો મોરની આ વિશેષતાથી વાકેફ છે. મોરની આ ખાસિયત જ સૂચવે છે કે મોર કોઈ પૂર્વનો યોગભ્રષ્ટ આત્મા હોય શકે છે.
se
મેહુલિયો વરસે છે અને મોર થનગને છે, કલા કરે છે, ગહેકે છે - ટહૂકે છે. મોરનો આ થનગનાટ, આ ગહેકાટ જાણે કે મેઘરાજાનું સ્વાગત કરતો હોય અને ઉપકારનો આભાર વ્યકત કરતો હોય ! મોર મેઘરાજના ઉપકાર માનતો હોય છે કેમકે તે માનતો હોય છે કે મેહુલિયો વરસે છે તો આત્માનો અભ્યાસ થતો હોય છે યોગસાધના થતી હોય છે.
મોરનો ટહુકો મધુર, કર્ણપ્રિય, ગંભીર અને લાંબે સુધીના સારાય વિસ્તારમાં ગુંજતો રહેતો હોય છે. મોર ટહૂકાર કરે ત્યારે પ્રાણવાયુ અંદર લે છે તે પૂરક છે, ગળામાં શ્વાસને રોકી રાખે છે તે કુંભક છે અને પ્રાણવાયુ છોડી જે ટહૂકો કરે છે તે રેચક છે. ટહૂકાર કરતાં પાછો ડોક મરડે છે અને અવાજ કરે છે તે પ્રત્યાહાર છે. વહેતા વાયુની સન્મુખ મયુરના બેસણા હોય છે. એ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે. તેને જાગૃતિ સહિતની અતિ અલ્પ નિદ્રા હોય છે. તે કદિ બેધ્યાન થતો નથી. એ સમાધિસ્થ રહેતો હોય છે. મોરના આવા યોગીજીવનને જોતાં સહેજે અનુમાન થાય કે આ કોઈ યોગભ્રષ્ટ આત્માનો અવતાર હોવો જોઈએ.
પોતે પોતાનું જે સ્વરૂપ છે તેને જાણે અને પછી શ્રદ્ધા કરે તે સ્વસમય.