________________
5.
આનંદઘન પદ
-
૧૧
સ્થાપિત કરેલ. વનવાસી યોગીઓ અને વગડામાં રહેનારા આદિવાસી લોકો સર્પાદિથી રક્ષણ માટે આસપાસ મયુરપક્ષીના પીંછા ગોઠવતા હોય છે. રાજા મહારાજાઓના વીંઝણા મયુરપંખ હોય છે. રાજા રણજીત સિંહ દ્વારા બનાવાયેલું મયુરાસન વિશ્વપ્રસિદ્ધ છે. ચંચળ કુમનને મર્કટ મન કહેવામાં આવે છે તો સુપ્રસન્ન સુમનને મનમયુર કહી નવાજવામાં આવે છે.
અનુભવજ્ઞાનીઓનું મોરના પૂર્વભવ વિષે એક એવું અનુમાન છે કે પૂર્વભવમાં રાજકુળમાં જન્મી વૈરાગ્યથી ભાવિત થઈને એ મોરના આત્માએ કોઈ પણ ધર્મમાં સન્યાસ ગ્રહણ કર્યો હશે. એ સન્યસ્તાવસ્થામાં પૂર્વે તપાચરણ, યોગસાધના કે પંચાગ્નિનાં ઘોર તપ તપ્યાં હશે. પરંતુ આ તપસાધના અજ્ઞાનભાવથી, સક્રોધ કે કોઈ ભૌતિક ઉપલબ્ધિના મલિન આશયથી કરી હશે. એ સમયે મિથ્યાશલ્ય કે માયાશલ્યનું પણ સેવન થયું હશે અને કદાચ નિયાણું પણ બાંધ્યું હોવાની સંભાવના છે. આરાધનામાં વિરાધના, વિવેકનો અભાવ અને આશયની મલિનતાને કારણે તુચ્છ પુણ્ય બાંધ્યું હશે. કર્મનિર્જરાના હેતુવાળી યોગસાધના કરી ન હોવાથી એ મોરના આત્માએ નીચેની કોટિના હલકા દેવભવને પામીને પછી મોર તરીકે જન્મ ધારણ કર્યો હશે. આ જણાવે છે કે સાર્થકનું સર્જન કરવા નિરર્થકનું સર્વથા વિસર્જન થવું અત્યંત જરૂરી છે.
સ્વભાવનું અવલંબન છોડી, બીજાનું અવલંબન લે તે પરસમય.
મોરની જીવનશૈલીનું બારીકાઈથી અવલોકન કરશું તો જણાશે કે મોર તીર્થસ્થાનોમાં, પર્વતોના શિખર ઉપર, વૃક્ષોની ઊંચી શાખા ઉપર, મંદિરોના શિખર ઉપર અને તેમાંય ધ્વજદંડની પાટલી ઉપર મોર બેઠેલાં જોવામાં આવતા હોય છે. વળી ધજાદંડની પાટલીની પરિમિત જગામાં બેસી આખી રાત પસાર કરતાં હોય છે. રાત દરમિયાન ગમે એવાં વાવાઝોડા કે વંટોળીયા આવે કે પછી વીજળીના ઝબકારા સહિત, ગાજવીજ સાથે મેઘરાજાની હેલી વરસતી હોય તો પણ મોર પોતાનું સ્થાન પોતાની બેઠક છોડતા નથી. જે સંજોગોમાં અને જે સ્થળે મનુષ્ય પણ થથરી જાય ત્યાં મોર નિશ્ચલ અને નિર્ભય બની પોતાના સ્થાન ઉપર - આસન ઉપર સ્થિર ટકી રહે છે.
પાછો મોર પાકો બ્રહ્મચારી છે. એ પોતાની ઢેલ સાથે સંભોગ કરતો