________________
આનંદઘન પદ - ૯
રહેલા પરમાત્મસ્વરૂપ ભગવાનને છેતરે એ બને શી રીતે ? પોતે પોતાને છેતરે એ વાત ગળે ઉતરતી નથી. હજુ માણસ બીજાથી છેતરાઈ જાય તે સમજાય એવું છે પણ પોતે પોતાને છેતરવાની વાત તો ભારે આશ્ચર્યકારી છે.
પ
દુન્યવી સામાજીક નીતિ નિયમો અને કર્મસત્તાનો ન્યાય એ બધાંય કહે છે કે છેતરપિંડી એ ગુનો છે અને એ ગુનાની સજા મળીને જ રહે છે. અહીં તો જાતની છેતરામણ છે. જાત તો પરમાત્મસ્વરૂપી, સિદ્ધસ્વરૂપી છે. આમ પોતે પોતાને છેતરવું, આત્મ વંચના કરવી એ અરિહંત અને સિદ્ધ ભગવંતોને છેતરવા જેવું અધમાધમ કૃત્ય છે જે ગુનાખોરીની સજા શી મળશે એનો વિચાર કરવા માટે દ્રૌપદી અને ગોશાલાનું કથાનક વાંચવાથી ખ્યાલ આવશે. જગતનો માર્ગ વ્યવહાર નીતિ પર ચાલે છે, જેમાં સામો જેવો હોય તેવા આપણે થવાનું છે. ‘શનું પ્રતિ શાળ્યું’ ‘જેવાં સાથે તેવા’ એ વ્યવહાર નીતિ છે. જ્યારે અધ્યાત્મનો માર્ગ આત્મકેન્દ્રીકરણનો માર્ગ છે જેમાં સામો ગમે તેટલો ખરાબ બને - વક્ર બને તો પણ આપણાથીતો કોઈ પણ કાળે ખરાબ ન જ બનાય. વ્યવહારમાર્ગમાં બીજાને છેતરનારો બુદ્ધિમાન ગણાય, જ્યારે બીજાથી ઠગાનારો મૂર્ખમાં ખપે છે, ત્યારે અધ્યાત્મ જગતમાં સમજીને બીજાથી ઠગાઈ જનારો - છેતરાઈ જનારો અને બીજાને ક્યારે પણ નહિ છેતરનારો પરમાત્મપદનો અધિકારી બને છે. વ્યવહારમાં બીજાને ઠગનારો ભૌતિકલાભ પામે છે પણ પોતાનું સ્વપદ - પરમાત્મપદને દૂર હડસેલે છે, જ્યારે અધ્યાત્મની દુનિસામાં જીવતા આત્માઓ સમજીને બીજાથી છેતરાઈને બીજાને રાજી કરીને પોતાનું સ્વપદ ખુલ્લુ કરે છે. માટે અધ્યાત્મનો નિયમ એ છે કે જો શીઘ્ર પરમાત્મા બનવું હોય તો બીજાથી ઠગાઈ જાવ, દબાઈ જાવ, કચડાઈ જાવ, મૌન રહો, શાંત રહો પણ બીજાને ઠગો નહિ. દબાવો નહિ, કચડો નહિ. છતી શકિતએ, છતી બુદ્ધિએ સમજીને પ્રત્યેક પળે બીજાથી ઠગાઈ જનારો પોતાના મન-બુદ્ધિને નિર્મળ-નિર્મળતર બનાવતો હોય છે. સાથે સાથે બીજાને પ્રકૃષ્ટ શાતા આપવા દ્વારા નિર્મળપુણ્યને ઉપાર્જન કરતો હોય છે. તેનું ફળ અંતે એ આવે છે કે તેનું બ્રેઈન એટલા ટોપ લેવલ ઉપર જઈને પ્હોંચે છે કે જેના પ્રભાવે સુપ્રિમકોર્ટના જજને પણ ધધડાવી શકે તેવી ખુમારી અને શકિત પામે છે. તે જગતપૂજ્ય
જ્ઞાનીનો મોક્ષ છે. પંડિતો - સાક્ષરોનો ર્વાહ.