________________
૫૮
આનંદઘન પદ - ૯
છે. પ્રારબ્ધ ભોગવતા અંદરમાં હું આનો કર્તા છું એ ભાન નિરંતર વર્તે છે તેથી સતત અંદરમાં ભ્રાંતપુરુષાર્થનું બીજ પડે છે જેનાથી મિથ્યાત્વ કુલતું ફાલતું રહે છે. પોતાને અનંતકાળથી જે વળગ્યું છે તે નામ, રૂપ, આકૃતિ, દેહપિંડ, ઈન્દ્રિય, વાણી, શ્વાસોશ્વાસ ધન, સ્વજન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તેનાથી છુટવાનું છે. તેને સાચવવાનો ટકાવવાનો વધારવાનો અભિપ્રાય નિરંતર વર્યા કરે છે તે મિથ્યાત્વ છે.
‘હું અને મારું જયાં હોય ત્યાં અંદરથી જીવની સ્થિતિ બહુ ભયંકર હોય છે. માટે યોગીરાજ તેનાથી છુટવાનો ઉપદેશ આપી રહ્યા છે. - આપ વિગૂચણ જગકી હાંસી, સિયાનપ કૌન બતાસી;
નિર્જન સુરિજન મેલા એસા, સા દૂધ પતાસી. નાથ..૨.
જેમ કરોળિયો અન્યને ફસાવવા માટે પોતે બનાવેલી પોતાની જાળમાં ફસાઈને પોતાથી જ પોતાનું મોત નોતરવાનું આત્મઘાતક કામ કરે છે તેમ જીવા તું પોતે જ પોતામાં એવો તો ગૂંચવાઈ ગયો છે, ઉલઝાઈ ગયો છે કે એ (વિગુણ) ગુંચવણમાંથી એ ઉલઝન - મુંઝવણમાંથી બહાર નીકળી શકાતું નથી અને જગતમાં તેં તારી જાતને હાંસી મજાકનું પાત્ર બનાવી દીધું છે. આ તારું ગાંડપણ છે. તને શયાનપ એટલે શાણપણ કોણ બતાડે અને કેવી રીતે બતાડે? ગૂંચવાયો છે - મુંઝાયો છે કેમકે પોતે પોતાને ઓળખતો નથી કે પોતે શું છે ? પોતાની જ પોતાને સમજણ ન હોવી એ ગાંડપણ છે જે જગતને માટે હાંસીરૂપ છે.
પોતાનું પોતાપણું છે - સ્વત્વ છે એવાં પોતાના સ્વગુણ કે જે નિર્જના - સ્વજન જેવાં છે, તેને સુરિજન જે દેવજન જેવાં ગુરૂજન છે - ગુરૂદેવ છે કે પછી આધ્યાત્મિક ક્ષેત્રે શુરવીર છે તેવાં સુરિજનો - ગુરૂદેવોની સાથે જો તું તારી જાતનો મેળ પાડશે એમની સાથે એમના ભેળો રહેશે તો દૂધમાં જેમ પતાસું ઓગળે અને મીઠા દૂધને અતિ મીઠુંમધુરું બનાવે તેમ તું તારા ગુણોને ગુણીજનોથી ઓતપ્રોત એકમેક બનાવીશ તો તારું બધું ગાંડપણ નીકળી જશે, ગૂંચ ઊકલી જશે અને તું સ્વયં ગુણીજન - ગુરૂજન બનીશ. મમતાથી છૂટીશ
નિશ્વયથી જે સર્વજ્ઞ ભગવંતને ઓળખે છે તે પોતાના આત્માને ઓળખે છે.