________________
- ૬૨
આનંદઘન પદ - ૧૦
નથી. આત્માની સાથે સંધાયેલ મનોયોગ આત્માની ધ્રુવતા, સ્થિરતા, સહજતાને ખંડિત કરી તેને અવળે રવાડે ચઢાવે છે. | મમતાની સખી કુમતિ (દુર્બુદ્ધિ) છે તો સમતાની સખી સુમતિ (સદ્ગદ્ધિ) છે. સુમતિએ સમતાના સાથમાં સ્વઘર એવાં આત્માને સંભાળી લેવાથી કુમતિ અને મમતા નબળા પડ્યાં - કમજોર બન્યા. સુમતિના સાથમાં સમતાનો પાયો મજબૂત થતાં જીવને ભેદજ્ઞાન થયું અને દેહને અને આત્માને ભેટ સ્વરૂપ જુદાં જુદાં ભાળ્યાં અર્થાત્ સ્વરૂપદર્શન એવું સમ્યમ્ (સાચું) દર્શન થયું. આથી કુમતિ અને મમતા ભયભીત થાય છે અને ફફડાટ અનુભવે છે કે નક્કી આ સમતા, સુમતિના જોરે ઘરમાં પેઢી પડી ગઈ છે અને ઘરમાં પેસી ગઈ હોવાથી મારા સ્વામી હવે મને એટલે કે મમતાને ઘરબહાર કરશે. છતાં મમતા કુમતિના જોરે છેલ્લો પાસો નાંખે છે અને સ્વામીને સમતાની વિરુદ્ધમાં ઉશ્કેરતા કહે છે
કે...
આ સમતા તો પરમ નરમ મતિની હોય એને કાંઈ આવડતું પણ નથી અને એની પાસે કોઈ આવતું પણ નથી. કારણ કે એ એવી તો પરમ નરમ થઈ ગઈ છે કે એની તો બધી ઈચ્છાઓ - કામનાઓ મરી ગઈ છે. એને કોઈ સાંસારિક દુન્યવી આશા, અરમાન, તૃષ્ણા કે લાલસા છે જ નહિ. એ એવી તો નિર્માલ્ય અને નિર્વીર્ય છે કે સંસારી - દુન્યવી વ્યવહાર ચલાવવાના કોઈ લક્ષણો કે આવડત એનામાં (સમતામાં) નથી. માટે હું (મમતા) ઈચ્છું કે આવી સંસાર ચલાવવાની કળામાં અકુશળ એવી પરમ નરમ મતિ ધરાવનારી સમતા મારી નજદીક આપણા ઘરમાં નહિ આવે. એ આવશે તો આપણો આ લીલોછમ ભર્યો ભાદર્યો સંસાર ઉજ્જડ વેરાન થઈ જશે !”
મમતાની આવી વાતોથી અકળાયેલી સમતા હવે પોતાનું હૈયું ઠાલવે છે અને હૈયાવરાળ બહાર કાઢે છે કે...
મારા મનને હરી લેનાર મનહર મોહન કે જે મોહને હણવા તત્પર થયેલો. છે અને રત્નોથી ભરપૂર એવાં રોહણાચલ જેવો ગુણરત્નોથી ઝગારા મારતો શોભાયમાન બની સોહી રહેલો છે અથવા તો મોહને હનન (હણવા)ના હેતુથી
મન, બુદ્ધિ, દેહ, ઈન્દ્રિય આત્માની બહાર છે.