________________
આનંદઘન પદ
-
૧૦
૬૩
જેની ગતિ ગુણારોહનની બનવાથી ગુણના શિખરો એક પછી એક સર કરતો સોહી (શોભી) રહેલો છે એવાં મારા ચેતનરાજાને આ મારી વૈરિણી સોતન - શોકય કેવી નિષ્ઠુર નઠોર બનીને ઉર્ધ્વગતિથી આરોહણ કરતાં સોહી રહેલાં સ્વામીને ઉલટી પટ્ટી પઢાવી અધોગતિના કૂવામાં નાખવાના કાળા કામ કરી રહી છે. જુઓ તો ખરા ! આ વેરન નઠોર બનીને મારા ચેતનની કેવી અવદશા કરી રહી છે !”
ચેતન ગાત મનાત ન એતેં, મૂલ બસાત જગાત બંઢાવે; કોઉ ન દૂતી દલાલ વિસીઠી, પારખી પ્રેમ ખરીદ બનાવે. પરમ....૨.
“ચેતન સમજણો તો થયો છે પણ અનાદિનો પેઢો પડી ગયેલો મોહનો વળગાડ હજુ જતો નથી. ચેતનને કેટકેટલી જુદી જુદી રીતે ગાઈ બજાવીને મનાવવાના બધાંજ પ્રયત્નો કર્યા પણ એ એવો છે કે મારું જરાપણ માનતો જ નથી.
આજ દિ’ સુધીનું માથે વહોરી લીધેલું કર્મનું મૂળ વસિયત (બસાત-વસાત) નામું ચૂકવાયા વિનાનું દેવું તો હજી ઊભું જ છે અને ઉપરથી મારી ભાંડણીથી લટકામાં નવા નવા કર્મોના બોજા મમતા વધારી રહી છે. જેમ જાણે મૂળ વસ્તુ ઉપર જકાત નાખી ન હોય. મૂળલડો થોડો ને ભાઈ વ્યાજડો ઘણેરો. શું કહું સખી શ્રદ્ધા - સુમતિ ! આવી સીધી સાદી વાત પણ મારા ચેતનરાજા સમજવા તૈયાર નથી.
આ મમતા તો મોંની મીઠી છે પણ દિલની જુઠી છે. હૈયે કાંઈ અને હોઠે કાંઈ એવી માયાવી કપટી છે. એના હૈયામાં હળાહળ ઝેર ભરેલું છે. એની વ્યવસ્થા પણ પાછી એવી જડબેસલાક છે કે આ કળા કરતી વખતે એનો પોતાનો સોદો પતાવી આપનાર કોઈ દૂતી દલાલણ કે પ્રતિનિધિની પણ જરૂર પડતી નથી અને સંદેશાની આપ લે માટે કોઈ વિસીઠી એટલે વિષ્ટીકાર કે સલાહકાર એવાં વચેટીયા માણસની જરૂરત પણ ઊભી થતી નથી. કારણ કે મમતાના પક્ષકાર તરફેણીયા ટેકેદારો એવાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા અને સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ જે ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયને
સંસાર ભ્રમથી ચાલે છે તેને તોડવાનો છે.