________________
ઉ૪
આનંદઘન પદ - ૧૦
પુષ્ટ કરનાર નવ નો કષાય છે તે માયા મમતા માટે થઈને વચેટિયા તરીકેનું બધું કાર્ય સંભાળી લે છે. સ્વામી ચેતનરાજાને કયે સમયે કઈ ચીજની જરૂર પડશે તે સઘળા ઈંગિતને પારખી લઈને તે તે સમયે તે તે વસ્તુને હાજર કરીને ચેતનના પ્રેમને ખરીદી લે છે એટલે કે ચેતનના રાગની, ઈચ્છાની પૂર્તિ કરીને મમતા તેને મોહવશ કરી લે છે. સામ, દામ, દંડ એ ત્રણે ભેદો અજમાવીને વેરિણી નિષ્ફર મમતા મારા ચેતન રાજાને હેઠે પછાડે છે. ઉપર ઉઠી રહેલાંને હેઠે પટકાવે છે !'
અનાદિ અનંતકાળથી ચેતન મોહ-માયા ને મમતાના પાશમાં ફસાયેલો છે. એના કારણે એના અંતરમાં દુર્બદ્ધિના જાળા એટલા ઘનીભૂત થયા છે કે એ મમતાની વિરુદ્ધમાં જે કોઈપણ હિતભાવે - કલ્યાણ મિત્રની રૂવે તેને કાંઈ પણ સમજાવે તો તે સમજવા તૈયાર જ થતો નથી. આવી આડાઈ - વક્રતા એ સંસાર પરિભ્રમણનું અને નરકાદિ દુ:ખ પ્રાપ્તિનું મહાબીજ છે. માટે આ તબક્કે જીવનું સૌથી પ્રથમ અગત્યનું - મહામુલું કર્તવ્ય એ બની જાય છે કે એને કલ્યાણ મિત્રના વચનને પરમપ્રેમે કરીને અત્યંત આદર - બહુમાન પૂર્વક અહો-અહોની ચર્ચાથી આશ્ચર્યકારી પણે સાંભળવા. જેમાં હજારો વર્ષથી ગાઢ અંધકાર જે ઓરડામાં કે ભોંયરામાં છવાયો છે ત્યાં સૂર્યનું એક કિરણ પડે તો પણ તે અંધકારને ઉલેચવા સમર્થ છે તેમ કલ્યાણમિત્રના વચનને પ્રેમપૂર્વક સાંભળવા - સ્વીકારવા એ અજ્ઞાન અંધકારની કોટડીમાં સૂર્યના એક કિરણના પ્રવેશ તુલવ્ય છે. આના વિના બીજો કોઈ ઉપાય જણાતો નથી.
જાંઘ ઉઘારો અપની કહા એતે, બિરહ જાર નિસ મોહી સતાવે; એતી સુની આનન્દઘન નાવત, ઔર કહા કોઉ હુંડ બજાવે૩.
“હે સખી શ્રદ્ધા ! શું કહું તને ? મારા સ્વામી ચેતનરાજા વેરિણી મમતાની એક એક વાત માની રહ્યાં છે. અપૂર્વ પ્રેમ પૂર્વક તે કહે તેટલું જ કરે છે અને એ પાય તેટલું જ પાણી પીએ છે. પણ મારા વહાલા ચેતનને કંઈ ગમ પડતી નથી કે એમ કરવામાં તો પોતે જ પોતાની જાંઘ (સાથળ) ખુલ્લા (ઉઘાડા) કરી પોતાની આબરૂનું ખુલ્લેઆમ લીલામ કરવા જેવું થઈ રહ્યું છે. આ તો
પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટે એટલું સામર્થ્ય સત્તાએ પડેલું છે.