________________
५०
આનંદઘન પદ
૯
આત્મા પોતે સમજણ કેળવી પોતાને ઓળખે પરથી ન્યારો રહે - પરમા ભળે નહિ - પોતાનામાંજ નિરંતર રહે તો પોતે પોતાનાથી પોતાનામાં રહેવા દ્વારા પ્રતિપળે મોહના સુભટોથી રક્ષા પામે છે. આ પોતાની પોતાના ઉપરની કૃપા એજ અધ્યાત્મક્ષેત્રે પરમાત્મકૃપા - પરમાત્માનુગૃહ - ઈશકૃપા - ઈશાનુગૃહ માનવામાં આવેલ છે. એ ભીતર પોતાપણારૂપે રહેલ પરમાત્મસ્વરૂપ એવાં ઈશ્વરની કૃપા છે. મોક્ષે જવા માટે જીવને કોઈ વસ્તુ નડતી નથી, કોઈ વ્યકિત નડતી નથી, માત્ર પોતાની જાતને નહિ ઓળખવા દેનાર ઘોર અજ્ઞાનજ નડે છે. અધ્યાત્મના માર્ગમાં તેનેજ દૂર કરવાનુ છે. સંતો, મહંતો, ભદંતો, ઓલિયાઓ, ફકીરો, પયંગબરો આજ વાત કહી રહ્યા છે.
આ પદ દ્વારા મહાત્મન આનંદઘનજી પાઠકને અને સ્વયંને બોધ આપે છે કે આત્મ પંચના નહિ કરતાં મમતાથી છૂટવાની અને સમતાના સંગમાં રહેવાની દયા પોતે પોતા ઉપર કરવાની છે. આત્મકૃપા થવી એ પરમાત્મકૃપા - ઈશાનુગ્રહ છે.
筑
દ્રવ્ય યુલિંગ છે, પર્યાય સ્ત્રીલિંગ છે. સ્ત્રીની પત્ની તરીકે તિયરાયણતા તે સ્ત્રીનું સતીત્વ છે. એમ પર્યાયની દ્રવ્યપરાયણતા એટલે કે દ્રવ્યની જ બની રહી દ્રવ્યના
જેવી થઈ રહેવું તે દ્રવ્યમયતા !
*
જેણે વ્યક્તિ સાથે કોઈ પણ સ્વરૂપે પ્રેમ કર્યો છે, તેને અધ્યાત્મમાં ભગવાન સાથે જલ્દી પ્રેમ થશે. ભગવત્પ્રેમ આપણી ચેતનામાં લાવવા પહેલાં માનવીય પ્રેમ લાવવો જોઈએ. ગુણોનું આકર્ષણ હશે તો પ્રેમ થશે, શક્તિ પર ઓવારી જનારા અહોભાવમાં જાય છે, જ્યારે ગુણો ઉપર ઓવારી જનારા પ્રેમભાવમાં જાય છે.
દ્રવ્યમાં પૂર્ણતા છે, પર્યાયમાં અલ્પતા છે.