________________
આનંદઘન પદ - ૯
પ૭
બને છે અને અનેકોનો તારણહાર બની મોક્ષે જાય છે.
માત્ર વેશ પરિવર્તનથી કાંઈ જીવ સ્વરૂપદષ્ટા બનતો નથી અને સ્વરૂપકર્તા થતો નથી. વેશપરિવર્તન તા ભવાયા પણ કરે છે. વેશપરિવર્તન એ અનુકૂળ સાધન છે. એ અનફળ સાધનને પામીને સાધ્યને અનુલક્ષી અનુરૂપ સાધક જીવન જીવાશે તો સાધ્યથી અભેદ થવાશે અર્થાત સ્વરૂપદષ્ટા, સ્વરૂપકર્તા મટી સ્વરૂપમય બનાશે. માથુ-મસ્તિષ્ક મુંડાવાની સાથે મન મુંડાય એટલે કે મન દમનના - જમણના માર્ગેથી પાછું વળી સુમન બની નમન માર્ગે વળે તો. અમન બને એટલે કે ઈચ્છા અને વિચાર રહિત થાય જેથી હું (અહં) અને. મારા” (મમતા) થી છૂટી સમસ્વરૂપમાં ઠરી જાય - શમાય જાય - સમાઈ જાય. અન્યથા સંવર જ આશ્રવનું કારણ બનશે અને એન્ટ્રી ઉલટી પડતા. ખતવણી ખોટી થશે. પરિણામે આત્માના કલ્યાણને બદલે અકલ્યાણ થશે. - ભવાંત ન થતાં ભવભ્રમણ વધશે.
મમતાના પ્રભાવે આખુ જગત આજે ભ્રાંત પુરુષાર્થમાં ફસાયેલું છે. ધર્મ કદી મોક્ષે ન લઈ જાય. વિજ્ઞાન મોક્ષે લઈ જાય. ઘર્મ બધો કર્તાભાવે છે. અધર્મ પણ કર્તાભાવે છે. વિજ્ઞાનથી આકર્તાભાવ ઉત્પન્ન થાય છે અને તેથી તેનાથી મોક્ષ થાય છે. જગતમાં જે કંઈપણ કર્તાપણે કરાય, કર્તાભાવે હોય, પછી તે ધર્મનો કર્તા હોય, શાસ્ત્રનો કર્તા હોય કે પંડિતાઈનો કર્તા હોય તો તે બધાય ભૂલા પડેલા છે, મોક્ષમાર્ગથી વિખૂટા પડેલા છે.
સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય એ બધું અધ્યાત્મની પરિભાષામાં પ્રારબ્ધ કહેવાય. સંજોગો ભેગા થાય અને તેથી જે કાર્ય થાય તેમાં અંદરથી અલિપ્તપણે વર્તે - નિરાળાપણુ વર્તે - દષ્ટાભાવ રહે તે પુરુષાર્થ કહેવાય.
લૌકિકમાં કાંઈપણ કરવું તેને પુરુષાર્થ કહેવાય છે પણ અધ્યાત્મમાં તેને પ્રારબ્ધ કહેવાય છે. જેમાં દેહ-ઈન્દ્રિય-મન-બુદ્ધિ-કર્મનો ઉદય-ક્ષયોપશમનું અવલંબન લેવું પડે અને કરાય તે પરાવલંબી બધુંજ પ્રારબ્ધ છે. તેમાં જીવા પોતાનો અહં કરે છે - મેં કર્યું કહે છે તે તેનો નર્યો અજ્ઞાનભાવ છે. કર્તાભાવી
જેને જગત આખું નિર્દોષ દેખાય અને પોતે દોષિત દેખાય, એ પરમ સજ્જન.