________________
આનંદઘન પદ - ૩
નામનું દુર પ્રાણી જેમ બકરીને તરાપ મારી ઝડપી લઈ મોતને ઘાટ ઉતારે છે તેમ મોત બની કાળદૂત આવતાં પરાણે બધું અહીં છોડીને તારે ચાલતી પકડવી. પડશે.
अशनं मे वसनं मे भार्या च मे बन्धु वर्ग मे।
इति मे मे कुर्वाणो वृको भक्षति नराजम् ॥ આ મારું ખાવાનું, આ મારા વસ્ત્રાલંકાર, ઘરબાર, આ મારી ભાર્યા, આ. મારા ભાઈભાંડુ મિત્રમંડળ એમ આખી જિંદગી મે મે - મારું મારું કરતા રહેનારા નરરૂપ અજ એટલે બકરાને વરુ જેવો જમ કોળિયો કરી જાય છે..
અતિહિ અચેત કહું ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરીરી, આનન્દઘન હીરો જન છાંડી, નર મોહ્યો માયા કકરીરી.....જીયા-૩. - જીવ તું તો એટલો બધો અચેત, જડભરત થઈ ગયો છે કે આટ આટલું તને ચેતવ્યા છતાંય હજુપણ તું ચેતતો નથી. તું તો જીવ, વૃક્ષની ડાળીએ બેઠેલા હારિલ પક્ષી જેવો અબુધ છે કે એ હારિલ પક્ષીના હલનચલનથી એ નબળી ડાળી લચી (નમી) પડતાં ઊંધે માથે (લકરીરી) લટકી પડેલું પક્ષી ચીસાચીસ કરે છે પણ જે ડાળીને પોતે પકડી છે તેને પોતે છોડતું નથી અને પોતાની પાંખો ફફડાવી ઊડી જઈ ડાળીથી છૂટું પડી જતું નથી. એ તો એમજ સમજી બેઠું છે, બલ્ક ટેક લીધી છે કે ડાળી તો હું નહિ જ છોડું કેમકે ડાળી છે તો હું છું. એમ મૂર્ખ એવાં જીવે પણ ટેક લીધી છે કે મારી જાઉં તે કબુલ પણ મળેલાંને અને મળેલાંની માયા મમતા આસકિતને તો હું નહિ જ છોડું. કેવી દયનીય અજ્ઞાનદશા છે કે આનન્દઘન સ્વરૂપ - પરમાત્મા સ્વરૂપ પોતાના આત્મારૂપી હીરાને છાંડી (છોડી) ને જીવ, પુરુષ જેવો પુરુષ (નર-આત્મા) કૂકા કાંકરીઓમાં (કકરીરી) મોહી જઈ એની માયામાં લપટાઈ જઈ બાપડો થઈ ગયો છે અને જીવ એમાંજ જાતને કૃતાર્થ થયેલી, સફળ થયેલી માને છે. જીવ જાગ અને ડાહ્યો થા ! વ્યવહાર ડાહ્યાના સમજાવેલાં સાંસારિક આભાસી, અસ્થાયી, જૂઠાં સુખને સારભૂત સમજવાની ભૂલ નહિ કરતાં જ્ઞાનીઓએ પ્રબોધેલાં છઠ્ઠા સુખને સુખ માન કે જે સુખ એ છે કે ‘વ્યવહારડાહ્માના પાંચેય.
જે કારણ સ્વયં પૂર્ણ અવસ્થાએ કાર્ય બની જાય તે ઉપાદાન કારણ છે.