________________
આનંદઘન પદ - ૬
શરીરની નિરાગીતા માટે શુદ્ધ સાત્વિક આહારની જરૂર છે તેમ મનની નિરોગીતા માટે નિર્દભ, નિષ્કપટ, આતમઅર્પણા પૂર્વકના પ્રભુભકિતયોગ અને પ્રભુ આજ્ઞા પાલનારૂપ આહારની જરૂર છે. પાંચ ઈન્દ્રિયોના ૨૩ વિષયોથી મનની તૃપ્તિ છે તે વિષયાસંગી મન છે જે વિષયના સેવનકાળ પૂરતી ક્ષણિક અસ્થાયી તૃપ્તિ છે અને તેથી તે વિષયના બંધાણી બનાવનાર હોવાથી બંધનરૂપ છે. જ્યારે પ્રભુ આજ્ઞાપાલનયુકત પ્રભુભકિતયોગ એ નિર્વિષયરૂપ મનતૃપ્તિ છે જે સ્થાયી પ્રકારની નિર્વિશેષ બનાવનારી અને નિર્વિશેષપદે પ્રતિષ્ઠિત કરનારી મુકતા બનાવનારી છે. ઉપરના ચાર યોગના અંગો કુશળ હશે તો તેના પરિણામ સ્વરૂપ આ પાંચમા યોગાંગની પ્રાપ્તિ થશે જે ઈન્દ્રિયજય સ્વરૂપ છે. પછી મન ઈન્દ્રિયોને વશ નહિ વર્તતા ઈન્દ્રિયો મનને સાનુકૂળ વર્તનારી બનશે. આહાર, નિદ્રા, આસકિત નિયંત્રણમાં આવશે. યોગી અનાસકત તો બન્યો હોય છે પણ દેહવશ્યક આહાર અને નિદ્રા પણ દિનપ્રતિદિન યોગસાધનાની પ્રગતિની સાથે ઘટતા જાય છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ સાધકને ધારણા, ધ્યાન, સમાધિના એકાંત, અસંગ અને મોનમાં લઈ જાય છે.
(૬) ધારણા : કોઈ એકજ વસ્તુવિશેષ ઉપર મનનું કેન્દ્રિકરણ કે સ્થિરીકરણ એ ધારણા છે. દીપજ્યોત, ૐ, મણિપુર, અનાહત, આજ્ઞા આદિ ચક્ર ઉપર કે બ્રહ્મરંધ્રના સ્થાને મનને એકધારું ધારી રાખવું તે ધારણા છે. ક્રિયાયોગમાં ઉચ્ચારાતા આવશ્યક સૂત્રોના શબ્દાલંબનમાં અર્થાલંબનમાં ભાવાલંબનમાં મનનું વહેવું તે પણ ધારણા છે. ધારણાથી મનશુદ્ધિ, મનસ્થિરતા, ચિત્તસ્થિરતા, બુદ્ધિ, સ્મૃતિ સતેજ થાય છે અને સૂક્ષ્મ બને છે. ધારણાયોગથી સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે.
(૭) ધ્યાન ઃ મન અને ચિત્તનો પ્રવાહ એની ધારા એ ધ્યાન છે. મનમાં મંથન અને ચિત્તમાં ચિંતન સતત કોઈ ને કોઈ સારા નરસા વિષયનું ચાલતું જ હોય છે એ જીવનનું ધ્યાન Attention લક્ષ કે પછી Meditation હોય છે. સાંસારિક વિષયોમાં વહેતો મનપ્રવાહ કે ચિત્તપ્રવાહ એ આર્તધ્યાન કે રૌદ્ર ધ્યાનનો પ્રકાર હોય છે જે Attention - લક્ષ હોય છે. જેમાં નિશ્ચિત લક્ષ કે નિશ્ચિત ધ્યેય પ્રાય: હોતું નથી. દિવ્યતામાં વહેતો મનપ્રવાહ કે ચિત્તપ્રવાહ
જેના વડે પ્રયોજનની સિદ્ધ થાય તે કારક.