________________
૪૮
રહેલ છે.
આ આપણામાં આપણા શિરમાં વસી રહેલ પરમેષ્ઠિને જોવા માટે આપણા જ આત્મામાં એક સહેલાઈથી દેખાય નહિ એવી સૂક્ષ્મબારી પણ મૂકવામાં આવેલી છે. એ સૂક્ષ્મબારીને શોધીને એને ઉઘાડીએ તો એ બારી દ્વારા પરમેષ્ઠિના દર્શન થાય એમ છે. દર્શન મોહનીયનો ક્ષય, ઉપશમ કે ક્ષય એ આત્મા (ઘટ)માં રહેલ સૂક્ષ્મબારી છે, જેના દ્વારા સ્વરૂપનું દર્શન કરી શકાય છે. એટલે જ તો જ્ઞાનીએ જણાવ્યું છે કે દર્શનમોહનીયના ક્ષયોપશમથી સ્વરૂપદષ્ટા થવાય છે અને ચારિત્ર મોહનીચના ક્ષયોપશમથી સ્વરૂપકર્તા બનાય છે.
-
આનંદઘન પદ
કોઈ બડભાગી વિરલ સાધક પુરુષો જ આ વાતને લક્ષમાં લઈ સાધનાનું પરાક્રમ કરી પોતામાં જ રહેલાં પોતાના સ્થિર-ધ્રુવ પરમ ઈષ્ટ તત્ત્વ શુદ્ધાત્મત્વને નીરખવાની એટલે કે દેખવાની અનુભવવાની વીરતા દાખવે છે. આ સ્વાનુભૂતિની સ્વાત્મ સંવેદનની વાત છે તેથી આપ અભ્યાસથી પુરુષાર્થથીજ તે શક્ય બને છે. આ સ્વથી સ્વમાં સ્વ વડે થતું સ્વ રૂપ દર્શન છે.
સ્વ
-
७
આશા મારી આસન ઘરી ઘટમેં, અજપાજાપ જપાવે, આનન્દઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે. અવધૂ...૪.
-
આશા મારીને એટલે સર્વ જાગતિક આશાઓનો ત્યાગ કરી નિષ્કામ બની ઘરઘટ એટલે આત્મઘરમાં સ્વમાં આસન જમાવે છે અર્થાત્ સ્વમાં સ્થિત થઈ અંતરતમમાં રહેલ ધ્રુવ (સ્થિર) શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપને નિરખે છે એટલે અનુભવે છે તેને શુદ્ધ ઉપયોગરૂપ એ ધ્રુવ પરમાત્મસ્વરૂપનો અજપાજાપ ચાલે છે. ઉઠતા, બેસતા, હાલતા, ચાલતા, સૂતા, જાગતા, ખાતા, પીતા, હરઘડી એ જોગીનો ઉપયોગ સ્વ આત્માંજ સ્થિત હોય છે. એ સ્વમય એવી અપ્રમત્તાવસ્થાને પામે છે. એને જાપ જપવા પડતા નથી. અપ્રયાસ સહજભાવે જ ઉપયોગ સ્વમાં સ્થિત હોય છે. આવા અજપાજાપના યોગી આનંદના સમુહ એવા ચૈતન્યના મૂર્ત સ્વરૂપ નિરંજન એટલે નિષ્કલંક નિષ્કર્મા નાથને નિરંજનદેવને પામે છે.
અંદરમાં પંચ પરમેષ્ઠિ તત્ત્વોનો જપ્યા વગરનો સહજ અજપા જાપ થઈ ગુણો દ્વારા સદ્કાર્ય કરતાં જીવ આત્મામાં ઠરતો હોય તો તે વ્યવહાર નવે મોક્ષમાર્ગ છે.