________________
આનંદઘન પદ - ૭
૪૯
રહ્યો છે. અર્થાત્ એ પાંચે પરમેષ્ઠિ અંદરમાંજ રહેલાં છે. અંતરચક્ષુ ખુલવાથી ધ્રુવના તારાની જેમ અવિચળ (પરમ સ્થિર) આત્મજ્યોતિના દર્શન થાય છે. આત્મપ્રકાશ-આત્માનુભૂતિ થાય છે.
આત્મા; જયારે બાહ્યદૃષ્ટિ ત્યાગીને અંતરમાં દૃષ્ટિ કરે છે ત્યારે કર્મોના રસની હાનિ થાય છે અને તેથી કર્મો ઉપશાંત થાય છે. એટલે એ ઉપશાંતતારૂપ બારી દ્વારા અંદરમાં જયારે આત્મા અરિહંતાદિ પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરે છે ત્યારે તેટલા સમય પૂરતો તે અરિહંતાદિ રૂપે પોતાને અનુભવે છે. અરિહંતાદિના ઉપયોગમાં આ રીતે રહેલો આત્મા જેટલો સમય સુધી અરિહંતાદિના ઉપયોગમાં રહે છે તેટલા સમય સુધી તે આગમથી ભાવનિક્ષેપે અરિહંતાદિ કહેવાય છે. કહ્યું છે ને કે જેનો ઉપયોગ તેનો આત્મા અને જેનો ઉપયોગ તેવો આત્મા.
એક એક પ્રદેશમાં રહેલ આત્મપ્રકાશ આખા બ્રહ્માંડમાં વ્યાપી શકે તેટલો આત્મા મહાન છે. આત્માની અંદર એવી નિર્મળતા છે કે જેવા પદાર્થો આવે તેવાજ પદાર્થો પોતાના જ્ઞાનપ્રકાશમાં જ્ઞાનાકારે જણાઈ જાય છે. આત્મા પાતાળી. ઝરણું છે, તેમાંથી જ્ઞાનપ્રકાશ નીકળ્યાજ કરે છે પણ આવો જ્ઞાન પ્રકાશ આજે અજ્ઞાનથી ઢંકાયો છે, કર્મથી આવરાયો છે માટે તેને મન દ્વારા વિચારવાની. જરૂર પડે છે. આત્મા જેવું ચિંતવે છે, જન્મે છે તેવો તેજ ક્ષણે આત્મા થઈ જાય છે અને કલ્પશતિ કહે છે. માટે જ્ઞાની પુરુષો મન:શક્તિનો - કલ્પનાશક્તિનો દુરુપયોગ કરી ખરાબ ચિંતવવાની - કલ્પના કરવાની મનાઈ કરે છે અને સદુપયોગ કરી શુભ ચિંતવન કરવા ફરમાવે છે, જેથી અજ્ઞાન ટળતા જ્ઞાનપ્રકાશ બહાર આવે અને જ્ઞાનની પ્રકાશલિયામાં તો સુખ જ હોય.
સર્વક્ષેત્રે સર્વકાળે થયેલા સર્વ જ્ઞાનીઓનો એકજ આદેશ છે કે કોઈ પણ રીતે કરીને આત્માનું અજ્ઞાન ટાળો - આત્મજ્ઞાની બનો અને મોક્ષે જાવ !
આ પદ દ્વારા યોગીરાજજી બોધ કરાવે છે કે આશા અપેક્ષા ત્યાગી, દેહને સાધનાનું સાધન મઠ બનાવી, દેહ છૂટે તે પહેલાં શીઘતિશીધ્ર દેહમાં રહેલા દેહચાલક ધ્રુવ આત્મા સાથે એકતાર - એકતાન થઈ આત્માનુભૂતિ કરી લે !
પ્રવાહથી સંસાર અનાદિ અનંત છે, પણ ઘટનાથી એટલે કે બનાવથી સાઇ-સાન્ત છે.