________________
આનંદઘન પદ - ૭
૪૫
એનો અર્થ એ છે કે આત્માને વળગેલ અજ્ઞાનમય સંસાર ઘોર છે - ભયંકર છે. તેનાથી છુટવાનુ છે. સ્મશાનાદિમાં ઘોર કાળી રાત્રીમાં ઘોર સાધના કરવા દ્વારા આત્માને ઓળખી સર્વત્ર નિર્લેપ અને નિર્ભય બનાય તો સાચા અર્થમાં અઘોરી બન્યા કહેવાય. આવું લક્ષ્ય ભૂલાય નહિ માટે તે અઘોરી બાવા તરીકે ઓળખાય છે.
તન મઠકો પરતીત ન કીજે, ઢહી પરે એક પલમેં હલચલ મેટ ખબર લે ઘટકી, ચિત્તે રમતા જલમેં. અવધૂ.૧.
આ તને મળેલાં તનનો તું વિશ્વાસ (પરતીત) રાખીશ નહિ. મસાણિયા વિનાશી એવાં દેહને તેં તો મઠ બનાવ્યો છે. એટલે કે સાધનાનું સાધન બનાવ્યું છે. છતાંય તે છે તો વિનાશી જ ! ક્યારે દગો દઈ જાય તે કહેવાય નહિ. એ તો આ પળે છે અને બીજી પળે તો ઢળી પડે અને મડદું થઈ જાય એમ છે. માટે એ મળેલા યોગના સાધન (તન)થી છૂટાં પડી જવાય તે પહેલાં જેટલું કામ કાઢી લેવાય તેટલું કામ, તું જાગૃત થઈ અપ્રમત્ત બનીને જલ્દીથી કાઢી લે. સાઘન તો સાધન છે. સાધનથી શું કામ લેવું તે સાધનના વાપરનારા ઉપર આધાર રાખે છે. ડૉકટરના હાથમાં રહેલી છૂરી જીવાડે અને ખૂનીના હાથમાં રહેલી છૂરી મારે. કાયાનું હલનચલન બંધ કરીને ગુપ્તિથી ગુપ્ત થઈ, સમિતિથી સીમિત રહી આ તારા દેહમાં રહેલ ઘટ (આત્મા)ની ખબર લે કે એ કેવો છે ? કેટલો માંદો છે - નબળો છે અને કેટલો સાજો સબળો છે તેના ખબરઅંતર લે ! ખબર તો જાણે હું લઉં પણ જાણ કેમ થાય કે માંદો છે કે સાજો ? તો યોગીરાજ કહે છે કે જેમ જલ સમતલ રહી સ્થિર બની જલ જલમાં રમતું તરંગીત રહે છે તેમ તારો આત્મા ઉપશમનલ ઝીલતો ઉપશમભાવમાં, સમભાવમાં, સમતામાં રમતો જણાય - અનુભવાય તો એ ચિહ્નથી - લક્ષણથી symtoms થી તું તારા આત્માને સાજો જાણજે નહિ તો માંદો સમજી એને સાજો બનાવવા સજ્જ થઈશ ! જેમ તન મઠનો વિશ્વાસ કરવા જેવો નથી તેમ તેના ઉપલક્ષણથી આત્માની અંદરમાં પડેલ • જન્મ જન્માંતરમાં બાંધેલા અસંખ્યભવ સુધી ચાલે તેવો કર્મનો જંગી સ્ટોક - પુરવઠો અને અનંત અનંત ભવોના કુસંસ્કારોનો પણ વિશ્વાસ કરવા જેવો નથી. તે તે ભવોમાં પ્રચંડ
દેહથી ભિન્ન ચૈતન્યનું ભાન તે જ્ઞાનદશા.