________________
૪૪
આનંદઘન પદ
-
માટે જ આ સાખી દ્વારા કવિવર્ય યોગીરાજ આનંદઘનજી જાતને અને જગતને કહે છે કે આ ઠગારી આશાની જંજીરથી છૂટો થાય તો ચૌદ રાજલોકના ભવભ્રમણથી મુકત થઈ લોકાગ્ર શિખરે સિદ્ધશિલાવાસી થઈ એક ઠેકાણે ઠોર એટલે ઠરીઠામ થઈ સ્થિર રહે અને નિત્ય, પૂર્ણ, સ્થિર, સહજ સુખાનંદને માણતો દેશ (ક્ષેત્ર) અને કાળના બંધનથી મુક્ત થાય.
અવધૂ કયા સોવૅ તન મઠમેં, જાગ વિલોકન ઘટમેં
-
७
અવળીમતિ, અવગુણ, પાપોનું ધૂનન કર્યું છે, દોષોને ધોઈ નાખ્યા છે એવાં અવધૂ-પુરુષ - આત્મન્ ! હજુ સુધી તું બેફિકરો, નચિંત થઈને તારી યોગ (જોગ) દશાને ભૂલીને શા માટે જેનું કાયમી સ્થાન મસાણ છે એવાં વિનાશી મસાણિયા દેહ (તન)ને મઠ (મકાન) સમજીને એને કાયમનું પોતાનું માનીને, એના મોહમાં ભાન ભૂલીને જડ જેવો બની ઘોર્યા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાનીઓએ જીવની ચાર અવસ્થા જણાવી છે. નિદ્રાવસ્થા, સ્વપ્નાવસ્થા, જાગૃતાવસ્થા અને તૂર્યાવસ્થા કે ઉજાગરદશા. દેહતાદાત્મ્યદશાને મિથ્યાત્વદશા કહી છે અને મિથ્યાત્વદશા એ નિદ્રાવસ્થા તરીકે જણાવેલ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછીની ચોથાથી છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણાની દશાને સ્વપ્નાવસ્થા ગણાવી છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી લઈ બારમા છદ્મસ્થ ક્ષીણમોહ વીતરાગ ગુણસ્થાનક સુધીની દશાને જાગૃતદશા ગણાવી છે જ્યારે તેરમા સયોગી કેવળી ગુણઠાણા પછીની દશાને તુર્યાવસ્થા કહી છે.
આમ યોગીરાજજી જાતને ઢંઢોળે છે કે દેહ ભલે મસાણિયું ઘર કહેવાતું હોય પણ તારે માટે તો તે મઠ એટલે સાધનાનું સાધન છે. તું જાગૃત થા ! સચેત થા ! ઘટ (આત્મા)માં ઝાંખ (વિલોકનકર). અંતરમુખી થા ! નિદ્રા છોડી, સ્વપ્ન દશામાંથી હવે જાગૃતદશા એવી સાતમા ગુણઠાણાની અપ્રમત્ત અનુભૂતિની અવસ્થામાં આવ ! સૂક્ષ્મનિગોદ, બાદરનિગોદ, એકેન્દ્રિયપણામાં અને વિકલેન્દ્રિયપણામાં તો નિદ્રામાં ઘોર્યા જ કર્યું છે. હવે તો તું સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યત્વને પામ્યો છે તો જાગૃત થા અને અઘોર બન સાધક થા ! ઘરબાર છોડીને સંન્યાસ લેનારા કેટલાક બાવાઓ પોતાને અઘોરી તરીકે ઓળખાવે છે
આત્મા પોતાને ઓળખી પોતામાં સમાય એ સ્વસમય.