________________
આનંદઘન પદ - ૭
પાછળ ફોગટ દોડ દીધે જ રાખે છે. એજ રીતે જીવ પણ નિત્યતાની, પૂર્ણતાની, સ્થિરતાની સુખ (આનંદ) ની શોધમાં આશાનો માર્યો ચારે કોર ફર્યા જ કરે છે - ભમ્યા જ કરે છે. આશામાં અને આશામાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં, એક શરીરમાંથી બીજા શરીરમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં ચોફેર ચારેય ગતિમાં ચૌદ રાજલોકમાં ભટક ભટક કરે છે. આશાનો ચાબુક જીવને રેસના ઘોડાની જેમ દોડાવ દોડાવ કરે છે. અને છતાંય આશાને જંજીર કહી. જે લોઢાની બેડીને આપણે જંજીર કહીએ છીએ તેવી આ જંજીર નથી. જંજીરમાં જકડાયેલો હોય તે તો બંધી બનેલો કેદખાનામાં એક ઠેકાણે ગતિહીન સ્થિર પડી રહેલો હોય. આ આશા તો એવી છે કે એ ગતિ તો કરાવે છે પણ પોતાની પકડમાંથી છૂટવા દેતી નથી અને સંસારમાં બાંધી રાખે છે. બાંધી રાખે છે તેથી તેને જંજીર કહી છે. અહીં શાસ્ત્રમાં આવતા સુપ્રસિદ્ધ મધુબિંદુના દષ્ટાંતને લક્ષમાં લેવા જેવું છે.
જીવની પોતાની નિત્યતા, પૂર્ણતા, સ્થિરતા, સુખની જે ચાહ-માંગ છે તે સાચી છે. કારણ કે જીવનો એ સ્વભાવ છે. આત્મા એના મૂળ શુદ્ધ મોલિક રૂપમાં નિત્ય, પૂર્ણ, સ્થિર અને આનંદ સ્વરૂપી છે. કસ્તુરીમૃગની જેમ જીવ પોતાને પોતામાં નહિ શોધતા પરમાં કે જ્યાંથી તે મળે એમ નથી એવાં અનિત્ય (વિનાશી), અપૂર્ણ, અસ્થિર જડ પર એવાં પુદ્ગલમાંથી તે પોતાના સ્વરૂપને મેળવવા ઈચ્છે છે - આશા રાખે છે. આમ માંગ સાચી હોવા છતાં ચાલ ઉલટી છે તેથી આશા ફળતી નથી કારણ ગતિ ઉલટી છે. બાકી કહેવતમાં તો “આશા અમર છે” એમ કહેવાયું છે. આ કહેવતની આધ્યાત્મિક વિચારણા કરીએ તો કહી શકાય કે અમર (અજરામર - અવિનાશીતા)ની આશા રાખે તો તે આશા સાચી છે અને તે આશા ફળે એવી પણ છે અને આશાના બંધનમાંથી મુકત એવી નીરિહીતા - વીતરાગતા - આશારહિત નિરપેક્ષ અવસ્થાને આપનારી છે. અન્યથા આશા મારનારી, ભમાવનારી અને ગુલામ બનાવનારી છે જેમાં આશા. તો પોતે જીવંત અમર રહે છે પણ આશાના ફંદામાં ફસાઈને આશા રાખનારો ભવોભવ મરનારો બને છે. આશા-અપેક્ષા એ જીવનું સ્વરૂપ નથી. જીવ નિરપેક્ષ છે.
ક્રિયા કર્તા ભાવે નથી કરવાની પણ લક્ષની જાગૃતિપૂર્વક અકર્તાભાવે કરવાની છે.