________________
આનંદઘન પદ - ૬
૧
હોય છે. વળી સ્વરૂપદાયિની મા સરસ્વતિ કમલાસની હોય છે. આમ પર્યકાસનવાસી કહેવા દ્વારા યોગીરાજજી કેવલ્યજ્ઞાન પ્રાગટ્ય સૂચવે છે અને કહે છે જેમ શ્રી (લક્ષ્મી) દેવીનું આસન કમલ છે તેમ કેવલ્યલક્ષ્મીનું આસન પણ કમલ છે.
સ્થિરતા જોય યુગતિ અનુકારી, આપોઆપ બિમાસી; આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી. મ.પ. પરમાત્મા જેવાં પરમસ્થિર, વીતરાગી, નિરાલંબ, નિરપેક્ષ, નિર્વિકલ્પ, અક્રિય, જ્ઞાતા દૃષ્ટા છે તેવાં પરમાત્માને અને પરમાત્મસ્વરૂપને જાણીને, જોઈને, યુકિતયુકત વિચારીને સાધક યોગી પોતે પણ પોતામાં આપે આપ એ ગુણો બિમાસી એટલે વિમાસીને - વિકસાવીને અર્થાત્ સાધક યોગી નિર્દોષ, નિષ્પાપ, નિષ્કલંક, નિરાવલંબી, નિષ્કામ, નિરારંભી, નિષ્પરિગ્રહી, ગુપ્તિથી ગુપ્ત અને સમિતિથી સીમિત જીવન જીવતાં જીવતાં પરના અકર્તા અભોકતા બની માત્ર જ્ઞાતા દષ્ટા થઈ રહી, પરમ આત્મ સ્વરૂપને અનુસારી વૈરાગી જીવન જીવતાં સ્વયંમાં પરમાત્મસ્વરૂપ વિકસાવે છે. આમ સાધક યોગી સ્વરૂપને સમજીને સ્વરૂપને અનુસરીને સ્વરૂપમાં સમાઈ જઈ કાર્યસિદ્ધિ કરી કૃતકૃત્ય થાય છે.
આ પદ દ્વારા અનુભવયોગી આનંદઘનજી મહારાજા બોધ આપે છે કે સ્વરૂપને સમજીને સ્વરૂપાવસ્થાને યોગસાધકે સાધકાવસ્થામાં ઉતારી અષ્ટગંગયોગની યોગીક પ્રક્રિયાથી સ્વરૂપમાં સમાઈ જવા રૂપ સ્વરૂપથી અભેદ થઈ યોગાતીત સાધનાતીત મનાતીત ઈન્દ્રિયાતીત થઈ કૃતકૃત્ય થવાનું છે.
કારક અંદરમાં પ્રવર્તે તો મોક્ષમાર્ગ નમન.