________________
૪૦
આનંદઘન પદ
S
એ દૈવીપ્રવાહ હોય છે જે ધર્મધ્યાન કે શુકલધ્યાનનો પ્રકાર છે. જે Meditation એટલે કે ધ્યાન હોય છે જે નિશ્ચિત આત્મિક ધ્યેયથી સંબંધિત અને ધ્યેયને અનુસારી ધ્યેયાનુસંગી હોય છે. જેમાં નિમગ્નતા હોય છે.
(૮) સમાધિ : ધ્યાનની નિમગ્નતાનું લયમાં પરિણમન એ સમાધિ છે. *સમ ધિ કૃતિ સમાધિ' ધિ એટલે બુદ્ધિની ત્યાં આત્મા સાથે સમરૂપતા હોય છે. ધારણા એ એકાગ્રતા સ્વરૂપ છે. ધ્યાન એ એકરૂપતા સ્વરૂપ છે તો સમાધિ એ એકાત્મતા સ્વરૂપ છે. એ સ્વમાં સમાઈ જઈ સ્વમય (સમય) બનવા રૂપ છે, જે આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત એવી સ્વરૂપાવસ્થા છે. મૂલ ઉત્તર ગુણ મુદ્રાધારી, પર્યંકાસનવાસી; રેચક પૂરક કુંભક સારી, મન ઈન્દ્રિય જયકાસી. મ...૪.
મૂલ ગુણોને ધારણ કરીને, ઉત્તર ગુણોથી મૂળ ગુણોની તુષ્ટિ, પુષ્ટિ, વૃદ્ધિ કરીને, જિન, કાયોત્સર્ગ, મુકતાસુકિત આદિ યોગમુદ્રા ધારણ કરીને, પ્રાણાયામની રેચન, પૂરક, કુંભકની યોગીક પ્રક્રિયા કરવા દ્વારા દોષોનું રેચન (નિર્મૂલન) કરવારૂપ રેચનક્રિયાથી, ગુણોનું પૂરન કરવારૂપ પૂરકક્રિયાથી અને ગુણોને આત્મસાત કરવારૂપ ગુણધારણાની ક્રિયાથી, ઈન્દ્રિયો ઉપર જય મેળવવારૂપ ઈન્દ્રિયાતીત અતીન્દ્રિય બનીને, નિર્મોહી, નીરિહી, નિર્વિકલ્પ, વીતરાગ, પૂર્ણકામ બનવારૂપ મનોજય કરી મનાતીત અમન બની, યોગની પરાકાષ્ટાની આઠમી પરા દૃષ્ટિને અંકે કરવારૂપ આત્માનંદી, પરમાનંદી, સહજાનંદી, જ્ઞાનાનંદી, નિત્યાનંદી બનવારૂપ પર્યંકાસનવાસી એટલે પરાષ્ટિના આત્માસન વાસી અર્થાત્ સ્વરૂપરમમાણ બની રહી સાધનાતીત એવી આત્યંતિક મુકતાવસ્થા, સિદ્ધાવસ્થા, શુદ્ધાવસ્થા પ્રાપ્ત કરવા સાથે જાણે કાશીએ સંઘ હોંચવારૂપ સાધનાયાત્રાને સમાપ્ત કર્યાનો જય જય કાર, જયનાદ - બ્રહ્મનાદ સ્વરૂપનાદ વર્તાવવાનો છે. યોગમાં સ્થિરતાના ઉત્તમ આસન પદ્માસન કમલાસનને પણ પર્યાંકાસન કહેવાય છે. કમલ નિર્લેપતા, નિર્મલતા, સુવિકસિતતા, સુવાસિતતા, સુરસતા સુવિશાલતા સૂચક છે તેથી જ જિનેશ્વર ભગવંતોના પદ કમલારૂઢ હોય છે અને દેશના વખતે હંમેશા કેવલિને કમલાસન
કારક બહારમાં પ્રવર્તે તો સંસારમાર્ગે ગમન.
-