________________
ઉ૮
આનંદઘન પદ - ૬
હલનચલન અનિવાર્ય હોય ત્યારે એને સમિતિથી સીમિત (નિયંત્રિત) રાખવાની હોય છે. કાયસ્થિરતાથી મનસ્થિરતા સહજ બનતી હોય છે તેમ મનસ્થિરતાથી પણ કાયસ્થિરતા આવતી હોય છે. ઉભય અન્યોન્યની સ્થિરતામાં કારણરૂપ તેમજ પૂરક છે. કાય અસ્થિરતાથી પ્રદેશ (યોગ) કંપની છે જયારે મન અસ્થિરતાથી ઉપયોગકંપની છે. સ્વરૂપથી આત્માના સ્વરૂપમાં પ્રદેશ સ્થિરત્વ અને ઉપયોગ સ્થિરત્વ છે. શુકલધ્યાનના બે પાયાની સાધનાથી તેરમા ગુણસ્થાનકે ઉપયોગ
સ્વૈર્ય અને પછીના શુકલધ્યાનના બે પાયાની સાધનાથી ચોદમાં ગુણસ્થાનકના પ્રથમ સમયથી યોગધૈર્ય પ્રાપ્ત થાય છે. માટે સાધનામાં સાધકે સુખાસન, ભદ્રાસન, સિદ્ધાસન, પદ્માસન, ગોદોહિકાસન, જિનમુદ્રા, કાયોત્સર્ગમુદ્રા ઈત્યાદિ આસનોથી કાયાને સ્થિર રાખવાની છે. કાયાની સ્થિરતા હોય તો ચંચળ એવા મનને પણ ભટકી ભટકીને પાછું કાયાને અનુસરી કાયાને અનુરૂપ સ્થિર થવું પડતું હોય છે. ચમ નિયમ એ બાહ્ય દૃશ્ય સ્વરૂપ ઉપકરણથી થતી સાધના છે તો આસન એ કરણ (કાયયોગ) થી કરાતી સાધના છે.
(૪) પ્રાણાયામ : પ્રાણનો આયામ એટલે પ્રાણનું જતન કરવું તે પ્રાણાયામ છે. એકધારી લયબદ્ધ ઈચ્છિત રીતે સભાનતા પૂર્વક કરાતી શ્વસનક્રિયા એ પ્રાણાયામ છે. એ જીવના દશ પ્રાણની રક્ષા કરે છે. પ્રાણાયામ એ ચૂલા અને સૂક્ષ્મને જોડતી કડી હોવાથી પ્રાણના પ્રભુત્વથી સ્થૂલ એવાં કાયા અને ઈન્દ્રિયો ઉપર તેમજ બીજી બાજુ સૂક્ષ્મ એવાં મન ઉપર પ્રભુત્વ મેળવી શકાય છે. જેટલાં શ્વાસોશ્વાસ ઓછા લેવાય એટલે કે શ્વસન ધીમું, કુંભક વધુ તેટલા આયુષ્યકર્મ દલિકોની ખપત ઓછી અને તેથી આયુષ્યનો સમયકાળ વધુ. કારણ કે તે વખતે જીવને મળેલાં નિશ્ચિત શ્વાસોશ્વાસ અને આયુષ્યકર્મ દલિકોનો વપરાશ ઓછો થતો હોય છે. લાંબો સમય તે પ્રક્રિયા ચાલુ રહે છે. એ એના જેવું છે કે ઘરવપરાશ માટે મળેલાં દશ હજાર રૂપિયા દશ દિવસમાં પણ પૂરા કરી શકાય છે અને આવડત હોય તો ૩૦ દિવસના મહિનાને અંતે હજાર પંદર શોની પુરાંત બાકી રાખી શકાય છે.
(૫) પ્રત્યાહાર: યોગીને યોગસાધનામાં પરમાત્મ પ્રેમના આહારની જરૂર છે. અમૃતરસનું - સ્વરૂપાનંદરસનું પાન કરવું એ યોગીનો આહાર છે. જેમાં
આત્મામાં રહેનારને બહારની ક્રિયાના બંધન લાગતા નથી.