________________
૩૬
આનંદઘન પદ - ૬
નિર્વિકલ્પ બનાવે જેથી દર્શન અને જ્ઞાનની આડેના આવરણો હટી જાય અને કેવળદર્શન (સર્વદશીતા) અને કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) ની પ્રાપ્તિ થાય. માટે કહ્યું છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનને વશ કરવાની આવી મનની સાધના માટે પ્રાણનો આયામ કરવો પડતો હોય છે અર્થાત્ પ્રાણનું જતન કરવું પડતું હોય છે.
આ પ્રાણાયામની આગળ પૂર્વમાં સાધના છે અને પ્રાણાયામની પછી ઉત્તરમાં પણ સાધના છે જે કરીએ તો આખીય આત્મોત્થાનની યોગિક પ્રક્રિયા પૂર્ણ બને જે આસનસ્થ બનેલાને આત્મસ્થ એવાં પરમાત્મા બનાવે એટલે કે પૂર્ણ બનાવે. પ્રાણાયામની પૂર્વમાં યમ, નિયમ, આસન છે તે ઉપકરણ અને કરણ વડે કરાતી બાહ્મડિયા છે જ્યારે પ્રાણાયામની પશ્ચાતમાં પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ છે તે અંદર અંતરમાં પરિણામ સ્વરૂપ થતી વૈષ્ણચિક અત્યંતર ક્રિયા છે. એ મનથી મનને પકડમાં લઈ આત્માને પકડવાની અંતરની સ્વરૂપક્રિયા છે. બાકી જો મનથી દેહને પકડીએ તો આત્મા ભૂલાય અને મન પટકાય. જેમ જેમ નાડી (પ્રાણ) ની શુદ્ધિ થાય તેમ મનની શુદ્ધિ થાય છે.
(૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (5) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ એ યોગના આઠ અંગને અષ્ટાંગયોગ તરીકે પાતંજલરૂષિ દ્વારા રચિત પાતંજલ યોગમાં જણાવ્યા છે. એ આનંદઘનજી સહિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને હરિભદ્રસૂરીશ્વરજી જેવાં જેન ઋષિ મુનિઓને પણ માન્ય છે. ચમ નિયમ એ સંન્યાસ છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ મકવાસનો જોગ છે - જોગીપણું છે અને ધારણા, ધ્યાન, સમાધિ એ ઘરવાસ છે. બીજી રીતે વિચારીએ તો પહેલાં બે યમ અને નિયમો છે તે અનુક્રમે અણુવ્રત કે મહાવ્રત તથા બાહ્યતા છે. તેમજ ઉચિત વ્યવહાર છે. આ કર્મયોગ છે, જે સાધનાનો પાયો છે.
મધ્યના ત્રણ આસન - પ્રાણાયામ - પ્રત્યાહાર એ કાયયોગની સ્કૂલ સાધના છે જે વિકાસ એટલે કે સાધનાની ઈમારત છે – સાધનાનું ચણતર છે.
વિપરીત પરિણમન યુક્ત ક્રિયા તે બંધન.