________________
આનંદઘન પદ
-
૬
વૃતાંત ત્યારેજ ઘટે છે કે જ્યારે જીવ પરઘર છોડી સંન્યાસી બની જોગી થઈને બ્રહ્મરંધ્રને જાગૃત કરવારૂપ બ્રહ્મજ્ઞાન કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી સ્વધામવાસી બને અર્થાત્ પરથી ખસે અને સ્વમાં વસે જે બીજી કડીમાં જોયું. એ મઠવાસી બનીને કરવામાં આવતી આખી યોગિક પ્રક્રિયામાં પ્રાણ દ્વારા મનની સ્થિરતાથી સ્વસ્થ બની સ્વમાં સ્થિત થવાની વાત છે. મનની સ્થિરતા માટે આસનસ્થ થઈ કાયાની સ્થિરતા કરવાની છે અને પ્રાણને સમ બનાવવાનો છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. કહ્યું છે કે...
·
૩૫
मन एव मनुष्याणं कारणं बंध मोक्षयोः । बन्धाय विषयासंगी मोक्षे निर्विषय स्मृतम् ॥
મન મળ્યું છે એટલે આપણે માનવ-મનુષ્ય કહેવાઈએ છીએ. જીવ તન વડે વેદનીયકર્મનું સુખદુઃખ વેઠે છે જ્યારે મન વડે મોહનીયકર્મનું સુખ દુઃખ
વેદે છે. તનમાં શાતા-અશાતા છે જ્યારે મનમાં રતિ-અરતિ અને રાગ-દ્વેષ છે. મોક્ષ મેળવવા માટે જરૂરી ઉત્તમોત્તમ સાધન મન છે, તેનાથી મોક્ષ નહિ મેળવીએ તો એ મનજ એવું સાધન છે કે તેના દુરુપયોગથી મુકિતથી છેટા થઈ બંધી બનીને મન જ જ્યાં ન હોય એવાં અસંજ્ઞીપણા અને નિગોદ સુધીની નિકૃષ્ટ અવસ્થામાં પાછા ફરી જઈએ. હળવા થઈ ઉપર ઉઠેલા જો ઉપર અને ઉપર નહિ ચઢીએ તો નીચે ઉતરી પડીએ. બહુ સાવધ થઈ જવા જેવું છે. કારણ વિના કાર્યની સિદ્ધિ ઈચ્છવી તે ઉન્માદ છે અને કારણ (સાધન) મળ્યાં છતાં કાર્યસિદ્ધિ ન કરવી તે મૂર્ખતા છે. મન એ ઈચ્છા અને વિચારની ગઠડી છે. ઈચ્છા છે એટલે મોહ છે અને જેની ઈચ્છા છે તેનો અભાવ એટલે કે અંતરાય છે. આમ ઈચ્છા એ મોહનીયકર્મ અને અંતરાયકર્મ હોવાનો નિર્દેશ કરે છે. જ્યારે વિચાર છે અને વિચાર-વિકલ્પ કરવા પડે છે તે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયકર્મ હોવાનો અને નિર્વિકલ્પ નથી તેનો નિર્દેશ કરે છે. હવે પ્રાપ્ત મનથી જો ઈચ્છાને સઈચ્છા અને વિચાર-વિકલ્પને સદ્વિચાર-સદ્વિકલ્પમાં પરિણમાવીએ એટલે કે ગુણથી ભરેલા ગુણીજનો એવાં સદ્ગુરૂદેવો તથા સર્વદોષથી રહિત સર્વગુણ સંપન્ન દેવાધિદેવોને નમન કરતાં થઈએ તો મન સુમન બને અને સુમન પછી ઈચ્છારહિત નીરિહી-વીતરાગી અને વિકલ્પરહિત
ભાડુતી જ્ઞાન અને પૌલિક ક્રિયાથી મોક્ષ કેમ કરીને થાય ?