________________
આનંદઘન પદ - ૬
૩૩
પિંગલાના શ્વસનનો વિષમ માર્ગ તજીને સુષુમણા નાડીના સમ સ્વસન માર્ગનો જોગી થઈ મૂલાધારમાં સ્થિત સુષુપ્ત કુંડલિનિ-ચિશકિત-દર્શન જ્ઞાન ચારિત્ર શકિતને જાગૃત કરી ઉર્ધ્વમુખી બનાવી, ઉત્થાન કરી, ચક્રભેદન કરી બ્રહ્મરંધ્રમાં, આસનસ્થ એટલે કે આત્મસ્થ થાઉં અને ઘરવાસી બનું. પરઘરવાસી, મદવાસી થઈ સ્વઘરવાસી બનું. તો જ હદોનો છેદ કરી અનહદ બનું, સીમિત મટી અસીમ થાઉં, સાદિ સાત મટી સાદિ અનંત થાઉં ત્યારે અનાહતનાદ બ્રહ્મનાદના વાદનમાં ગુલતાન થાઉં.
શરીર, ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આત્માને, પરમાત્મા-શુદ્ધાત્મા-સિદ્ધાત્મા બનવા માટે ખૂબ પુણ્યરાશિ ભેગી થવાથી મળેલાં ઉત્તમ સાધન છે. શરીર ભૂલ સ્થલ છે. ઈન્દ્રિય પૂલ છે. પ્રાણ પૂલ સૂક્ષ્મ છે. મન સૂમ છે અને બુદ્ધિ ચિત્ત અહંકાર ઉત્તરોત્તર સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ છે. સ્કૂલ અને સૂક્ષ્મને જોડતી કડી પ્રાણ છે.
શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ પૈકી ૧૪ નાડીઓ મુખ્ય છે અને તે પૈકી ઈડા, પિંગલા અને સુષુમણા નાડી પ્રધાન છે. સુષુમણા નાડી મેરૂદંડ (કરોડરજ્જ) ના મૂળાધાર - મૂળમાંથી નીકળી સહસ્ત્રાર કહેવાય છે તે બ્રહ્મરંધ્ર જે તાળવાના ભાગે છે ત્યાં સુધી જાય છે. ઈડા અને પિંગલા જમણે અને ડાબે છે. ઈડાનાડીને ચંદ્રનાડી અને પિંગળાનાડીને સૂર્યનાડી પણ કહેવાય છે. સુષુમણા નાડી, શૂન્યપદવી, બ્રહ્મરંધ્ર, મહાપથ, સ્મશાન, શાંભવી, કે મધ્યમાર્ગ તરીકે પણ ઓળખાય છે. સ્વાસ ડાબા નસકોરાથી ચાલતો હોય ત્યારે ઈડાનાડી અને જમણા નસકોરાથી ચાલતો હોય ત્યારે પિંગળાનાડી ચાલે છે એમ કહેવાય અને જયારે બંને નસકોરાથી સાથે સ્વસન થતું હોય ત્યારે સુષુમણા નાડી ચાલે છે એમ કહેવાય. ઈડા પિંગલાથી ચાલતો સ્વાસ વિષમ હોય છે અને સુષુમણામાં ચાલતો સ્વાસ સમ હોય છે.
સુષુમણાનાડીથી થતું શ્વસન સમ છે તેથી સમ બનેલા પ્રાણ વડે એકબાજુ સ્કૂલ એવાં શરીર, ઈન્દ્રિય અને બીજી બાજુ સૂમ એવાં મન, બુદ્ધિ, ચિત્ત, . અહંકાર ઉપર નિયંત્રણ મેળવી શકાય છે.
આત્મ પરિણમન એ જ ધર્મ છે.