________________
આનંદઘન પદ - ૬
૩૭
અંતે છેવટના ત્રણ ધારણા - ધ્યાન - સમાધિ એ વિશેષ વિકાસ એટલે કે સાધનાનું શિખર છે જે મનોયોગની સૂક્ષ્મ સાધના છે.
એક એક યોગથી એકેક દોષ જાય છે અને એક એક દૃષ્ટિનો ઉઘાડ થાય છે. આ અષ્ટાંગયોગથી નાભિપ્રદેશે આઠ રૂચક પ્રદેશ સ્થિત ચેતનાનો ઉઘાડ થતો જાય છે, ઉર્વીકરણ થતું જાય છે અને આત્માની ચેતનાને ઢાંકતા આત્માની આડે આવતાં આવરણરૂપ આઠ કર્મોના પડળ તૂટતા જાય છે.
(૧) યમ : હિંસા, જૂઠ, ચોરી, પરદારા (પરસ્ત્રી)ગમન અને પર વસ્તુમાં માલિકીભાવની મૂછરૂપ પરિગ્રહ (સંગ્રહ), એ પાંચના સેવનને યમ કહ્યાં છે કેમકે તેના સેવનથી સમાજવ્યવસ્થા ના પ્રાણ હણાય છે અને જીવનો પોતાનો પણ સંસાર વધતા ભવોભવ મોતને ઘાટ ઉતરવાનું થતાં પ્રાણ હણાય છે તેમજ જીવના-આત્માના ભાવપ્રાણ પણ હણાય છે. તેથી જ આવા પ્રાણઘાતક પાંચના અસેવનને યમ એટલે વ્રત કહ્યાં છે, કેમકે તે આત્મવર્તતારૂપ આત્મવર્તન છે. સ્થૂલ અસેવનને અણુવ્રત કહ્યાં છે જે પંચશીલ તરીકે પ્રખ્યાત છે. જયારે સ્કૂલ અને સૂક્ષ્મ ઉભયથી અસેવનને પંચ મહાવ્રત કહ્યાં છે જે સર્વવિરતિધર સાધક સાધુસાધ્વીને હોય છે. વળી આ આત્માના મૂળને મજબૂત કરનારા હોવાથી એને મૂળગુણ કહ્યાં છે.
(૨) નિયમ : મૂળગુણને એટલે ચમને નિયંત્રણમાં રાખનારા કે ચમનું નિયમન કરનારા જે આનુસાંગિક કડક પેટા નિયમો સ્વીકારવામાં આવે છે તેને નિયમ કહેવાય છે કે ઉત્તરગુણ તરીકે પણ ઓળખાય છે. મૈથુનનું અસેવન એટલે બ્રહ્મચર્યની પાલના એ યમ કે મહાવ્રત એવો મૂળગુણ છે. તેની સારી રીતે પાલનાને માટે બ્રહ્મચર્યની નવ વાડના નિયમનો સ્વીકાર તે નિયમ એટલે કે ઉત્તરગુણ છે. ટુકમાં યમની સુરક્ષા માટેની વાડ કે કિલ્લેબંધી તે નિયમ.
(૩) આસન : જેમ રાજશાસનમાં રાજ્યાસન - રાજગાદીની સ્થિરતાની આવશ્યકતા છે તેમ ધર્મશાસન અને એની આગળ આત્મશાસન -
સ્વરૂપશાસનમાં આસનની એટલે કાયાની સ્થિરતાની અત્યંત આવશ્યકતા છે. કાયાને ગુપ્તિના (કાયગુપ્તિના) પાલનથી ગુપ્ત (સ્થિર) રાખવાની છે અને
સમ્યક્ પરિણમન યુક્ત ક્રિયા તે મુકત.