________________
આનંદઘન પદ - ૪
૧૭
અને એ પાછા એવાં અચૂક છે કે લક્ષવેધ કર્યા વિના રહે નહિ અને જેને એ વાગ્યા કે લાગ્યા હોય તે સ્થિર (ઠોર) થયા વિના રહે નહિ. એ સમજાવી શકાય એવી રૂપક વસ્તુ નથી.
“સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે.”
- શ્રીપાલ રાસ - ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા. અનુભવ પોતેજ જ્ઞાન સ્વરૂપ છે. તે સુષુપ્તિ - સ્વપ્ન કે જાગૃત દશા નથી. એ તો ચોથી ઉજાગર તુર્યાવસ્થા છે, કારણ કે તે મોહરહિત છે જયારે સુષુપ્તિ (નિદ્રા) તો વિકલ્પરહિત પણ મોહસહિત દશા છે અને જાગૃતાવસ્થા વિકલ્પયુકત છે. સ્વપ્ન અને જાગૃત ઉભય અવસ્થા કલ્પનારૂપ છે. અનુભવ એ ચોથી ઉજાગર અવસ્થા છે. ઈન્દ્રિયોને અગોચર એવું જ્ઞાન નિર્મળ અનુભવી સિવાય જાણી શકાતું નથી. શાસ્ત્રજ્ઞાન બાહ્ય છે જયારે અનુભવજ્ઞાન અંતરંગ છે. અનુભવ જ્ઞાની જ શુદ્ધ આત્મસ્વરૂપને જોઈ શકે છે. પ્રેમ અને અનુભવ એ બે જુદી વસ્તુ નથી પણ આત્મતત્વના બે અરૂપી પાસા છે, જેમ પ્રભુ અને પ્રભુતાઈ કે પૂષ્પ અને પૂષ્પસુવાસ એક છે.
- નાવિયુદ્ધો પ્રાણથું ગિને ન તૃણ મૃગલોય; આનન્દઘનપ્રભુ પ્રેમકા, અકથ કહાની કોય. સુહા..૪. સંગીતના પ્રેમનો નાદ મૃગને જેમ લુબ્ધ (નાદવિલુદ્ધ) બનાવી પોતાના પ્રાણને પણ એ પ્રેમનાદ સામે તૃણતુલ્ય ગણવા સુધીનો પ્રેમાંધ બનાવે છે તેમ આનંદના ઘન સ્વરૂપ આત્માનુભૂતિની પ્રીતિ કે આત્મનાદ, અનાહતનાદ, બ્રહ્મનાદ, અંતરનાદની પ્રેમકહાની કોઈને કહેવાય નહિ એવી અકથ્ય છે. એ અવકતવ્ય અનભિલાપ્ય ભાવ છે.
દેહાલયમાં રહેલા આત્માને પરમાત્મ સ્વરૂપે અનુભવવા - માણવા સતત પોતાની અંદરમાં રહેલ પ્રકૃતિ કે જે અંત:કરણ છે તેને સતત નિહાળવાની છે. બહારનું સઘળું જોવાનું બંધ કરીને જયારે ઉપયોગ અંદરમાં રહેલ પ્રકૃતિને જોવામાં સ્થિર બને છે ત્યારે ઉપયોગની એકાગ્રતાના માહાભ્યથી પ્રકૃતિની સત્તા ધ્રુજી
આત્માના મહિમા આગળ બીજા પદાર્થનો મહિમા તૂચ્છ છે.