________________
૧૬.
આનંદઘન પદ - ૪
સ્વરૂપ આત્મજયોત કે આત્મદીપક છે તે ઝળહળી (પ્રકાશી) ઉઠયો છે. એ એવો સરૂપ કહેતાં સ્વરૂપ, સુજયોતિરૂપ સ્વરૂપ પ્રકાશ છે કે તેલ, વાટ, વિના સહજ જ પ્રકાશિત થનાર પ્રકાશ છે. આત્મા એટલે જ વિશ્વપ્રકાશક અખંડ અનંત જ્ઞાનની જયોતિ. આત્મા સમજવા ચિદાકાશ શબ્દ ઉપયોગી છે. બહારનું આકાશ એ જડ આકાશ છે જયારે અંદરનું આકાશ એ ચેતન્ય સ્વરૂપ ચિદાફાશ છે અને તે આત્મા પોતે છે. એ તો પોતાની જ વસ્તુ પોતામાં જ હતી તે પોતાપણાનું ભાન ન હોવાથી તેને પરાયું માની પરમાંથી પોતાપણું આજ દિવસ સુધી ખોળ ખોળ કરતો હતો. આ સંદર્ભમાં કવિ કહે છે...
ઝરણું શોધે નીરને, દિપક શોધે તેજ; | જીવ શોધે બ્રહ્મને, એ માયાના ખેલ.” – કંદર્પ.
કોઈ પણ ઈંધનમાં છૂપાયેલો અગ્નિ છે જ. એમ આપણું સિદ્ધસ્વરૂપ. આપણામાંજ છે. બીજા ઉપાસ્ય (પ્રગટ દીવા)ની જ્યોતના સ્પર્શ પ્રકાશશે. દીવો અંતરનો અંતરાત્મા બની જ્યોતિસ્વરૂપ પરમાત્મા તરફ નમાવીશું - સ્પર્શાવશું તો આપણોય દીવો ઝળહળાવી શકીશું. એ ઉપમા આપી નહિ શકાય એવી અનુપમ વસ્તુની હાનત એટલે ઓળખાણ, હવે જયારે અંતરદીપ પ્રગટ થયો તો તેના જ્ઞાનપ્રકાશમાં, કરી શક્યો. તે પોતાનું સ્વરૂપ પોતાને પ્રત્યક્ષ છે જ્યારે પરાયાને તે અપ્રત્યક્ષ એટલે પરોક્ષ છે, તેથી સમજાવી શકાય તેમ નથી.
કહા દિખાવું રહું, કહા સમજાઉ ભોર તીર અચૂક હે પ્રેમકા, લાગે સો રહે ઠોર. સુહા...૩. કેમ કરી હું મારી વાત તમને બીજાને દેખાડી કે સમજાવી શકું કે કેમ કરીને આ ભોર એટલે સૂર્યોદયનું સુપ્રભાત થયું ? એ તો વેદ્ય એટલે અનુભવી ગમ્ય જ છે. વ્યકત કરી શકાય કે કહી શકાય એવું કથ્ય નથી. સુહાગણનું સુખ કુમારિકા શી રીતે જાણે અને કેમ કરીને એને જણાવી શકાય? પ્રસુતિની. વેદના પ્રસુતા જ જાણે, સુયાણી શું એને જણાવી શકે. કહ્યું છે ને કે ઘાયલકી ગત ઘાયલ જાણે. આ તો પ્રેમબાણ છે, જેને વાગ્યા હોય તે જ એને જાણે
સાધ્યને માટે તલસતો હોય તે સાધક.