________________
આનંદઘન પદ - ૫
૨૯
પરિપૂર્ણ જાણશે અને તેમ તે માનશે તે પરમાર્થને પામશે અને સૌથી ન્યારી નિરાળી આત્મસત્તા - આત્મશકિતના ભાવને ભાવશે - ભાળશે - અનુભવશે - પ્રતીતિ કરશે. અને ત્યારે તેને આનંદઘનપ્રભુના વચન અમૃત (સુધા) રસ પાન હોવાનો નિશ્ચય થશે.
સાગરને ગાગરમાં સમાવવા રૂપ આટલા આઠ પંકિતના નાનકડા પદથી દ્રવ્યાનુયોગ જેવાં ગહન અને વિશાળ વિષચને અનુભવ ઉદ્ગારથી પ્રકાશતા આધ્યાત્મયોગી આનંદઘનજી મહારાજા પાઠકને બોધ આપે છે કે
ષડ્ઝર્શન અને દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી જેના દર્શનની સવગીતા અંગે નિ:શંક થઈ, નિરાગ્રહી બની, સમભાવમાં રહી, દ્રવ્ય ગુણ પર્યાયથી આત્માની. સાચી સર્વાગી ઓળખ કરી, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પામી દૃઢતાથી કેવળદર્શનથી સર્વદર્શીતા અને કેવળજ્ઞાનથી સર્વજ્ઞતાને પ્રગટ કરવા ઉદ્યમી બન !
જિનેશ્વર પરમાત્માએ બતાવેલ સ્યાદ્વાદ માત્ર ભણવાની ચીજ નથી પણ અમલી બનાવવાની ચીજ છે. સ્યાદ્વાદ અમલી બને એટલે દુરાગ્રહ, દુર્ગતિ, પકડ, અજ્ઞાન, મોહ, કષાય, તર્ક-વિતર્ક-વિવાદ-વિતંડા-ઠેષ-દુર્ભાવ - અરૂચિ-વૈર-માત્સર્ય-ખંડન-મંડન-પરાભવ આ બધાં ભાવો વિદાય લે છે અને પ્રેમ-મૈત્રી-વાત્સલ્ય-કરૂણા-ગુણગ્રાહીદષ્ટિ-હૃધ્યની વિશાળતા - ઉદારતા - માધ્યસ્થતા - સેવા - સહાનુભૂતિ - સહાયકતા આ બધાં ભાવો વિકસે છે.
પોતાના કરૂણાપુત હદયમાં સર્વના હિતને સ્થાન આપી સર્વને સમાવી લેવાની વૃત્તિ એ સ્થાવાદ અમલી બન્યાની પરાકાષ્ઠા છે. તીર્થંકર પરમાત્માઓ અને યુગપ્રધાનો આનું ઉદાહરણ છે.
આત્માર્થી જેટલું બોલે તેટલું મૌન.