________________
ઉR
આનંદઘન પદ - ૬
આડે આવતી હતી. અશાંત અસ્થિર મન ખળભળાટ કરી બધું ડહોળી નાંખતું હતું. એજ મન વિશ્રાંતિને પામી સ્થિર થવાથી જે શુદ્ધ સ્વાધીન સુખનો અનુભવ થાય છે, જે સ્વમાંથી સ્વનું રસાસ્વાદન થાય છે તે જ એની પાસેથી હૃદયોદ્ગાર કરાવે છે કે આનું જ નામ તો અનુભવ.
મહારો બાલુડો સંન્યાસી, દેહદેવળ મકવાસી. મ.
ઈડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; ' બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મ૧.
સાધનાના માર્ગે પા પા પગલી પાડતો મારો બચુકડો બાળક જેવો આત્મા સન્યાસી બન્યો છે. સંન્યાસી એટલે સુસંસ્કારોનો વ્યાસ કરનારો અર્થાત્ સંસ્કારોને આત્મસાત કરનારો અને કુસંસ્કારોનો નાશ કરનારો બન્યો છે કારણ કે સંસાર - ભવભ્રમણથી ત્રાસી ગયો છે માટે સંસારનો નાશ કરવાની ઈચ્છાથી ઉદ્યમી બન્યો છે. સાધક સંન્યાસી થયો છે. યોગસાધનાનું આ પ્રથમ ચરણ હોવાથી યોગીરાજજીએ બાલુડાનું સંબોધન કર્યું છે.
આજ દિવસ સુધી દેહમાંજ આત્મબુદ્ધિ કરી દેહતાદાભ્ય બુદ્ધિથી દેહ એજ હું છું અને દેહજ મારું સર્વસ્વ છે માનીને મેં દેહની ખૂબ ખૂબ આળપંપાળ કરી છે અને બહુજ લાડ લડાવી લાલનપાલન કર્યું છે. હવે સાચી સમજણ મળી છે કે દેહ અને આત્મા જુદા જુદા છે. હવે સમજાયું છે કે માનવદેહ તો ખરેખર પૂષ્કળ પુણયરાશિ ભેગી કરી ત્યારે આત્માને શુદ્ધાત્મા, સિદ્ધાત્મા બનવા માટે મળેલું ઉત્તમોત્તમ સ્વસાધન છે. એટલે જ તો જ્ઞાનીઓએ કહ્યું - “શરીરમાન खलु धर्म साधनम्'
જ્યારે હવે આત્મબુદ્ધિ જાગૃત થઈ છે ત્યારે મેં સ્વદેહમાં પરમાત્મસ્વરૂપ આત્માને પ્રતિષ્ઠિત કરી મારા દેહને દેવળ (મંદિર) બનાવી સંન્યાસ લઈને મન
જ્યાં ઠરે (સ્થિર થાય) તેવા મઠ કે પછી આત્માની સમીપ (ઉપ) રહી શકાય તેવાં આશ્રયરૂપ ઉપાશ્રયમાં રહેવાનું એટલે મઠવાસી થવાનું ઠરાવ્યું છે.
સંન્યાસી બની મદવાસી તો થયો પણ મનને ઠારવાનું, સ્થિર કરવાનું કાર્ય તા હજી બાકી રહ્યું છે. મન તો ત્યારે જ સ્થિર થાય જ્યારે ઈડા અને
આત્મા એના મૌલિક સ્વરૂપે પ્રવર્તે તો તે આત્મધર્મ છે.