________________
આનંદઘન પદ - ૬
૩૧
હા ! એ અનંત વેદન કરે છે કેમકે તે પુરુષ એટલે આત્મા બનીને વેદન કરે છે. આત્મા જ્ઞાયક છે તેમ આત્મા વેદક પણ છે. આત્મા જ્યારે એના શુદ્ધ આત્મત્વ-આત્મધર્મમાં નથી હોતો ત્યારે પણ તે જીવ વેદક હોય છે અને જ્યારે તે પોતાના આત્મત્વમાં-આત્મધર્મમાં હોય છે ત્યારે પણ વેદક હોય છે.
આત્મા જ્યારે શિવ નથી હોતો અને જીવ-મિશ્રચેતન હોય છે ત્યારે તે કર્મ ઉદયમાં આવવાથી પર પદાર્થના માધ્યમથી કર્મજનિત અશુદ્ધ વેદન કરતો. હતો, જે શાતા કે અશાતા સુખ કે દુ:ખ સ્વરૂપે પર વસ્તુ દ્વારા ઈન્દ્રિયો વડે થતું વદન હતું. આ તો સહુના અનુભવની સામાન્ય બીના - સામાન્ય વૃતાંત
છે.
' પરંતુ જીવ જ્યારે શિવ બને છે, શુદ્ધાત્મા, પરમાત્મા બને છે ત્યારે ઈન્દ્રિય આદિના કોઈ પણ માધ્યમ વિના પોતાના આત્મપ્રદેશ કે જ્યાંથી સુખની સરવાણી ફૂટે છે ત્યાંથી પોતાનું સુખ પોતાનામાંથી વેદે છે, જે અતીન્દ્રિય આત્મિક સુખ વેદન છે. એ કોઈ માધ્યમ વિના સ્વનું સ્વમાંથી નિપજતું શુદ્ધ
સ્વાધીન નિતાંત સુખ છે. એ કદીય ન સુઝાનાર સુખની સરવાણીમાંથી નિષ્પન થતું શુદ્ધ, સંપૂર્ણ, શાશ્વત, સ્વાધીન, સર્વોચ્ચ, અપ્રતિપક્ષી, અપૂર્વ, અદ્વિતીય, અનુપમ આત્મિક સુખ છે. આવું સુખ આપણે માટે તો અકલ્પનીય અને હેરત પમાડનારું છે જ પણ નિર્વેદી જે અનંત વેદન કરે છે તેને પણ અહો અહોની ચર્ચામાં એટલે કે આભ્યર્થમાં ગરકાવ કરનાર છે કે, અહાહા ! આવું સુખ કયારેય અનુભવ્યું નથી એવું અપૂર્વ છે આ તો ! આ પકવાન છોડીને શા માટે હું મુરખ પેલાં કર્મના એંઠવાડમાં સુખ માનતો હતો ?
वस्तु विचारत ध्यावते, मन पामे विसराम ।
रसस्वादत सुख उपजे, अनुभव ताको नाम || પોતામાં રહેલ પોતાપણાના આત્મિક અરૂપી સુખને જ તત્ત્વજ્ઞાની દાર્શનિકોએ સુખ કહ્યું છે. મારું જ સુખ મને કેમ અનુભવમાં આવતું નથી એવો ઉહાપોહ જ્યારે સતત થાય છે ત્યારે જ તેનો ઉકેલ પણ પોતાને પોતામાંથી જ ભીતરમાંથી મળે છે. મનની ચંચળતા જ વસ્તુ સ્વરૂપ એવાં સ્વત્વના દર્શનની
પોતે પોતાને પોતાનામાં પોતાનામાંથી અનુભવે એ પરમ વાસ્તવિક ધર્મ છે.