________________
આનંદઘન પદ
-
૫
આ વાત ક્ષાયિક સમકિતિ કૃષ્ણ વાસુદેવે ગીતાના બીજા અધ્યાયના સોળમાં શ્લોક દ્વારા ભકત સખા અર્જુનને જણાવવા દ્વારા જગત આખાને જણાવી છે તે અહીં યોગીરાજજી આનંદઘનજી આ પદ દ્વારા પોતાને જણાવવા દ્વારા આપણને સહુને જણાવી રહ્યાં છે કે જે મારું છે તે જનાર નથી અને જે જનાર છે તે મારું નથી.
આવા વચન અગોચર તત્ત્વની કંઈક ઝાંખી નય, પ્રમાણ અને સપ્તભંગીના સ્યાદ્વાવાદ દર્શનથી જ થઈ શકતી હોય છે. આ સ્યાદ્વાદ દર્શન કોઈ નિષ્પક્ષ વિરલા હોય તે જ કરી શકતા હોય છે. મતાગ્રહી, દુરાગ્રહી, કદાગ્રહી જે સ્વ મત માટેના જંગ ખેલનારા મતજંગી છે, તેને પલ્લે આ વાત પડતી નથી. આવા આ સ્યાદ્વાદ દર્શનની ભેટ જગતને જૈનદર્શનના પ્રણેતા જિનેશ્ર્વર તીર્થંકર ભગવંતોએ આપી છે કે જેઓ અપક્ષપાતી, નિરપખ એવાં વીતરાગ, નિર્વિકલ્પ સર્વજ્ઞ વિરલ વિભૂતિ હતાં. જગતમાં જેઓ નિરાગ્રહી, નિષ્પક્ષ મોકળા મનના વિરલ પુરુષો હોય છે તે જ આ સાત નય, ચાર પ્રમાણ અને સાત પ્રકારના સ્યાદ્વાદ દર્શનથી આત્મસ્વરૂપની ઓળખ કરી શકે છે. બાકી તો એ વચન અગોચર અનુભવ ગમ્ય જ છે એમ સ્વયં આનંદઘનજી મહારાજા મહાવીર સ્તવનામાં જણાવે છે કે...
“નય નિભૅપે જે ન જાણીએ, નવિ જીહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ...’
૨૭
99
આ સ્યાદ્વાદનો સિદ્ધાંત જેમ વિશ્વના સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થવામાં પરમ સાધન છે, તે જ પ્રમાણે અનુકૂલ પ્રતિકૂલ સંયોગોમાં આત્માને સમભાવમાં રાખવાનું પણ અસાધારણ કારણ છે. સ્યાદ્વાદનો સિદ્ધાંત વસ્તુધર્મનું પ્રતિપાદન અયથાર્થ ન થઈ જાય તે માટે અંકુશનું કામ કરે છે એટલું જ નહિ પણ મુક્તિમાર્ગની સાધના કરનારા સાઘક મહાત્માઓ સ્વધર્મથી ચ્યુત ન થઈ જાય તે માટે પણ જબ્બર અંકુશ સમાન છે.
-
નિરાગ્રહી બનાવનાર, સમભાવમાં રાખનાર, વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજાવનાર અને પૂર્ણ એવું બ્રહ્મજ્ઞાન કેવળજ્ઞાન કેવું પરિપૂર્ણ સંપૂર્ણ છે
બહારથી છોડવું પણ અંદરથી પકડમાં રહેવું એ સંસાર. - દષ્ટાંત પુંડરિક.