________________
આનંદઘન પદ ૫
રસાયણશાસ્ત્ર Chemistry નો અભ્યાસી આ વાતને સહેલાઈથી સારી રીતે સમજી શકશે.
૨૫
એજ પ્રમાણે બ્રહ્માંડમાં રહેલાં મૂળભૂત દ્રવ્યો જે જીવાસ્તિકાય કહેતાં, જીવ; પુદ્ગલાસ્તિકાય કહેતાં અજીવ-જડ; અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયને તેમના પોતપોતાના ગુણ જે અનુક્રમે જ્ઞાયકતા વેદકતા; ગાહ્યગ્રાહકતા; ગતિસહાયકતા, સ્થિતિ સહાયકતા અને અવગાહનાદાયકત્વતાથી જુદા પાડી શકાશે અને ઓળખાવી શકાશે. મૂળભૂત દ્રવ્યો અનાદિઅનંત, અનુત્પન્ન, સ્થંભૂ, અવિનાશી સત્ છે.
આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયની અપેક્ષાએ ધ્રૌવ્ય, ઉત્પાદ ને વ્યય કહેવાય છે. આત્મામાં જે સમયમાં અન્ય પર્યાયનો ઉત્પાદ છે, તે સમયમાં જ પૂર્વ પર્યાયનો વ્યય છે અને તે જ સમયમાં આત્મસત્તાનું ધ્રૌવ્ય છે. આ પ્રમાણે આત્મામાં સમયે સમયે અનંત પર્યાયોનો ઉત્પાદ વ્યય થાય છે અને સમયે સમયે સત્તારૂપ ધ્રૌવ્ય હોય છે જે ત્રિકાલ શુદ્ધ પરમપારિણામીક ભાવ એવું આત્મતત્ત્વ હોય છે. જે સમયમાં નિત્ય છે તે જ સમયમાં અનિત્ય છે, ઈત્યાદિ આત્માનું સ્યાદ્વાદ પ્રમાણે આશ્ચર્યકારી સ્વરૂપ છે, તેવું અન્ય એકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ કથ્થું નથી. આત્માના આવા અનૂઠા સ્વરૂપને દૃષ્ટાંત દ્વારા સુસ્પષ્ટ કરી બતાડે છે કે કનક (સુવર્ણ) ના અનેક આકારો બને છે. કુંડલ ભાંગીને કેયૂર બનાવવામાં આવે છે ત્યારે કુંડલ આકારનો વ્યય (નાશ) અને કેયૂર આકારનો ઉત્પાદ થાય છે અને સુવર્ણપણું તો કુંડલ અને કેયૂર ઉભયમાં હોય છે, તેથી સુવર્ણત્વની અપેક્ષાએ ધ્રૌવ્ય એમ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય ત્રણે અનુભવવામાં આવે છે. ભકત કવિ નરસિંહ મહેતા પણ ગાય છે કે....‘ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ જલતરંગમાં પણ પૂર્વ તરંગાકારનો વ્યય અને ઉત્તર (અન્ય) તરંગાકારની ઉત્પત્તિ અને જલત્વ તો બંને તરંગોમાં ધ્રુવપણે રહેલું જોવા જાણવામાં આવે છે. સ્મૃતિકા એટલે માટીનો ઘટાકારે ઉત્પાદ અને ભાંગી જતાં ઘટાકારનો નાશ અને ઠીકરારૂપે એજ માટીનો ઉત્પાદ જોવામાં આવે છે તે મૃતિકાના ઉત્પાદવ્યવ ધ્રૌવ્યને સૂચવે છે. એજ રીતે રવિકર એટલે સૂર્યકિરણમાં ઉત્પાદવ્યવ ધ્રૌવ્ય અનુભવાય છે. આવાં
બુદ્ધિનું કાર્ય ભિપ્રાય આપવાનું છે.