________________
આનંદઘન પદ - ૫
સોનાના અલંકાર ઘડી શકાતા નથી. તાંબાની ભેળવણીથી અશુદ્ધ બનેલ સુવર્ણ જ અલંકાર રૂપે પરિણમે છે. સ્થિર જલાશયમાં સ્પંદન થતાં જે નાનકડું તરંગ વર્તુળ ઉત્પન્ન થાય છે તે જ જલાશય વ્યાપી તરંગમાં પરિણમે છે. નાના મોટા ઘટ, ઘટી (ઘડાં ઘડી) આદિ જુદા જુદા જલપાત્રમાં પ્રતિબિંબિત થતા એક એવો આકાશસ્થિત સૂર્ય (રવિ) અનેક રૂપે ભાસ્યમાન થાય છે. બાકી આકાશસ્થિત સૂર્ય તો એક જ છે અને જેવો છે તેવો જ છે.
૨૩
આ પદ દ્વારા અને આ બધાં દૃષ્ટાંતો દ્વારા, કયારેય સાંભળી નહિ હોય એવી ઉત્પાદ વ્યય ધ્રુવમય આત્માની વાત કહી આત્મસ્વરૂપની ઓળખાણ આનંદઘનજી કરાવી રહ્યાં છે.
વ્યક્તિગત રીતે આત્મા એક હોવા છતાં એવાં અગણિત અનંત આત્માઓ બ્રહ્માંડ (લોકાકાશ) માં છે. વળી પ્રત્યેક આત્મા અસંખ્યાત આત્મપ્રદેશપિંડ છે. પ્રત્યેક આત્માના પ્રત્યેક પ્રદેશે અનંતાગુણ અને અનંતાપર્યાય રહેલાં છે.
વસ્તુત્વ એટલે કે દ્રવ્યત્વની અપેક્ષાએ વ્યકિતગત આત્મદ્રવ્ય એટલે જીવદળ અસંખ્ય પ્રદેશોનો સમુહ (પિંડ) છે, જે એક, અખંડ, અભંગ, એક પણ પ્રદેશ ઓછો વત્તો થયા વગરનું સંલગ્ન આત્મદ્રવ્ય જીવદળ છે. આ એક એવાં આત્મદ્રવ્યના આધારે એક એક આત્મપ્રદેશે રહેલાં અનંતાગુણ અને અનંતાપર્યાય એનામાં જ સમાયેલ રહેલાં છે. આત્માની આ વિશિષ્ટતા જણાવવા યોગીરાજજી કહે છે....‘અગનિત તાહિ સમાવે’.
આમ દ્રવ્યત્વની અપેક્ષાએ આત્મામાં એકપણું છે અને પર્યાયની અપેક્ષાએ આત્મામાં અનેકપણું રહ્યું છે. આત્માઓ - જીવો પ્રત્યેક વ્યક્તિને ગણત્રીમાં લેતાં અનંતા Infinite છે, માટે વ્યવહારની અપેક્ષાએ આત્માઓ અનેક કહેવાય છે. એ સર્વ આત્મા જાતિથી જીવ જાતિના હોવાથી સંગ્રહનયની અપેક્ષાએ જીવ કહેવાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જે સમયમાં આત્મામાં એકપણું રહ્યું છે, તેમાંજ પર્યાયની (અવસ્થાની) અપેક્ષાએ તે જ સમયમાં અનેકપણું રહ્યું છે. એ અનેક ગુણો અને અનેક પર્યાયો એક આત્મા (જીવદળ) માં જ રહે છે. એક સુવર્ણમાં જ પીળાશ, ચળકાટ, ચીકાશ, નરમાશ, ઘનતા,
આત્મામાં ઉપયોગ રૂપી પાવર જોડાવાથી સંસારનો પાવર કપાઈ જાય છે.