________________
૨૨
આનંદઘન પદ - ૫
પૂર્ણના આધારે અપૂર્ણતા છે. પ્રકૃતિનો આધાર લઈને જ વિકૃતિ પ્રકૃતિને બાવી રહી છે પણ તેનો નાશ કરી શકતી નથી. પણ પ્રકૃતિ મૂળ સ્વરૂપમાં આવે તો વિકૃતિનો નાશ કરી શકે છે. સૂર્યતાપથી નિપજેલાં વાદળા સૂર્યને ઢાંકે છે પણ કાંઈ સૂર્યને નષ્ટ નથી કરી શકતા. અનેક બધાં રૂપકો છે, જેમાં રહેલી છતાં નજરે નહિ પડતી અદશ્ય, અરૂપી, અવિનાશી, અખંડ, અભંગ, અક્ષય, અક્ષર, અચલ, અમ્રુત, અવ્યય ધ્રુવ સત્તા તો એક એની એ અને એવીને એવી છે, તે અનેક અનેક રૂપે પરિણમેલી કુની એટલે ફેલાયેલી, ફીણાવેલી, વિસ્તરેલી ભાસ્યમાન થાય છે. “છોડનું વડુ સ્થાન' એક એવો બહુ બહુ રૂપે પરિણમી સ્વયં પ્રકાશમાન એવો ચામ થયો છે. બાકી અનેકોની વચ્ચે પણ એ તો નોખો, નિરાળો, ન્યારો, શિવ-પરમાત્મ સ્વરૂપ અને શિવાભ' છે. અહીં શંકરાચાર્યે આત્માષ્ટકમાં જે વાત કરી છે કે : न पुण्यं न पापं न सौख्यं न दुःखं
न मन्त्रो न तीर्थो न वेदा न यज्ञः । अहं भोजनं नैव भोज्य न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं ॥
એ યાદ કરવા જેવી છે. આ એ તો રાજાના હુકમનામા પ્રમાણે રાજની હાથીશાળામાં રહેલાં સત્તર (૧૭) હાથીની ત્રણ રાજકુંવરોમાં અડધા, ત્રીજા અને નવમાં ભાગે વહેંચણી કરવા જેવું છે. જે શક્ય તો જ બને જ્યારે પરઘેર ગયેલો, મિથ્યાત્વરૂપે પરિણમેલો અઢારમો હાથી પલટાઈને સમ્યક્ત્વરૂપે પરિણમી સ્વ ઘેર આવે. પરિશિષ્ટમાં આપેલ કથાનકથી આ વાત વધુ સુસ્પષ્ટ થશે.
એકની અનેકરૂપતા, બહુરૂપીતા અને એ બહુરૂપીતામાં પણ પોતાનું વ્યારાપણું, નિરાળાપણું, અનોખાપણું અકબંધ રહે છે એ શુદ્ધાત્માની વિશેષતાને યોગીરાજજી હજુ બીજાં દષ્ટાંતોથી સમજાવી રહ્યાં છે. કુંડલ, કડા, હાર, મુગુટ જુદા જુદા અનેક આકારના દેખાતા હોવા છતાં એ બધાંય અલંકારની શોભા તે સર્વમાં રહેલા કનક-કુંદનથી છે કે જે શુદ્ધ સોનું છે. શુદ્ધ ચોવીસ કેરેટના
સંસ્કારયુક્ત પુણ્ય એ પુણ્યાનુબંધી પુણ્ય.