________________
૨૪
આનંદઘન પદ - ૫
અકાટ્યતા આદિ ગુણો રહેલાં છે અને તેના કુંડલ, કડા, મુદ્રા, (વીંટી), હાર, મુગુટ ઈત્યાદિ અલંકારરૂપ પર્યાયો છે. તેમ આત્મા - જીવદળના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીતરાગતા, વેદકતારૂપ આનંદ, પ્રેમ, કરુણા, ક્ષમા, સમતા, સમરૂપતા. ઈત્યાદિ અનંતા ગુણો અને ગુણકાર્યરૂપ અનંતા પર્યાયો રહેલાં છે. આમ આત્મામાં નિત્યાનિત્ય, ભેદભેદ, ભિન્નાભિન્ન, એક અનેક ઈત્યાદિ અગણિત ધર્મો રહેલાં છે. આથી જ જેન દર્શનમાં દ્રવ્યનું સ્વરૂપ સમજાવતાં કહ્યું કે‘દતિ તિ દ્રવ્યમ્' પળે પળે જે પલટાય તે દ્રવ્ય. ‘ઉત્પાદુ વ્યય ધ્રૌવ્ય युक्तम् सत्' 'गुण पर्यायवद् द्रव्यम्' 'अर्थ क्रियाकारी सत्' 'सत् द्रव्य लक्षणम्' એ સૂત્રોથી દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. આ ચાર સૂત્રાત્મક વ્યાખ્યામાં જે બંધબેસતું હોય તે દ્રવ્ય છે.
ઉત્પાદવ્ય ધોવ્ય સહિત જે છે તે સત્ છે અને તે દ્રવ્ય છે. દ્રવ્ય છે તો તેના ગુણપર્યાય છે. ગુણપર્યાય છે તો તેનો આધાર એવું દ્રવ્ય છે. દ્રવ્ય છે તો દ્રવ્યનો ગુણ એટલે કે ધર્મ Property છે. ગુણ છે તો ગુણનું કાર્ય છે. ગુણનું કાર્ય એ અવસ્થા-પર્યાય છે. દ્રવ્ય, ગુણપર્યાય વિના ન હોય અને ગુણપર્યાય દ્રવ્ય વિના ન હોય. દ્રવ્યની ઓળખ ગુણથી છે એટલે કે ગુણ દ્રવ્યમાં ભેદ પાડે છે. એ જ પ્રમાણે ગુણની ઓળખ તેના કાર્ય એટલે પર્યાયથી છે. અર્થાત્ પર્યાય ગુણ ભેદક છે અને ગુણ દ્રવ્ય ભેદક છે. ટૂંકમાં કહીએ તો. ઉત્પન્ન છે તે પર્યાય છે, સંપન્ન છે તે ગુણ છે અને નિષ્પન્ન છે તે દ્રવ્ય છે. આ વાતને એક નાનકડા વ્યવહારના ઉદાહરણથી વિચારતા વસ્તુતત્ત્વ સુસ્પષ્ટ થશે.
એકસરખા દેખાતા ચાર સફેદ ગાંગડા આપણી સમક્ષ મૂકવામાં આવે છે જેમાં એક ફટકડીનો, એક સાકરનો, એક મીઠાનો, એક કાચા હીરાનો ગાંગડો કે ટૂકડો છે. કહેવામાં આવે છે કે આ ચારને ઓળખી બતાવો. સ્વાભાવિક છે કે જે સહુથી સખત હશે, સ્વાદરહિત હશે અને ચમક ધરાવતો હશે તે હીરાનો ટૂકડો હશે. જે સહુથી પોચો હશે, સ્વાદમાં ખારો હશે, સહેલાઈથી જેનો ચૂરો થશે તે મીઠાનો ગાંગડો હશે. તેમાં સાકરના ગાંગડાને એની મીઠાશથી અને ફટકડીને એની તુરાશથી ઓળખી શકાશે અને ચારે દ્રવ્યને નોખા પાડી શકાશે.
પરમાત્મા એટલે પરમગુરૂ કે જેની આગળ જીવ સર્જન - Saહ્યો બને છે.