________________
૨૦
આનંદઘન પદ - ૫
દર દર ભટકનાર નાટકમંડળીના નટનાગર જેવાં અસ્થિર છે. નાટકના નટને એથી તો નાગર એટલે ઘર વગરનો દર દર ભટકનાર ગણાવ્યો છે અને બનનારા, બગડનારા, કરનારા, પળ પળ બદલનારા સંસારને નહિ ટકનારા, નાટક તરીકે ઓળખાવેલ છે. કવિ બનારસીદાસે પણ આ સંસાર નાટકની ઓળખાણ કરાવવા “નાટક સમયસાર” નામના ગ્રંથની રચના કરી.
એ તનમન એક સમય પૂરતી પણ સ્થિરતા ધારણ કરી શકતાં નથી. નિદ્રા સમયે પણ કાયાની રૂધિરાભિસરણ, આંખના પલકારા, શ્વસન, પાચનાદિની આંતરિક કાયિક ક્રિયા અને મનની ઈચ્છા, વિચાર, શમણાની માનસિક ક્રિયા સતત ચાલુ જ હોય છે. જ્ઞાનતંતુઓની સંદેશાની આપલેની ક્રિયા રાતદિવસ અવિરત ચાલુ હોય છે.
બ્રહ્મની આણમાં વર્તનારા બ્રહ્મ એટલે આત્માના આત્મધર્મમાં, જીવદળમાં ઉપજવું કે વિણસવું, ઉત્પાદ કે વ્યય, ઉગવું ખીલવું કે આથમવું કરમાવું છે જ નહિ. ઉલટપલટ થવાની પલટાવાની કે બદલાવાની જે દિયા થઈ રહી છે તે તો બહાર દેખાતી પર્યાય, અવસ્થામાં થઈ રહી છે. બદલાતી અવસ્થામાં ઉત્પાદ વ્યય વખતે પણ ધ્રુવ એવું આત્મદળ, આત્મદ્રવ્ય તો પોતાની સત્તામાં સ્થિર, અવિચલ, અમ્રુત જ છે કેમકે તે અવ્યય છે. પ્રાણી માત્રને જે મન-વચન-કાયાના સંયોગો પ્રાપ્ત થયેલા છે તે, તેમજ અંદર કે બહાર જે અવસ્થા દેખાય છે તે, શુદ્ધચેતનની હાજરીમાં અંદરમાં ચોટેલ કર્મના ઉદય પ્રમાણે વ્યવસ્થિત શકિતના આધારે કુદરતી ક્રમે થયાજ કરે છે. પ્રાણી ઈચ્છે કે ન ઈચ્છે આ ક્રમ અનાદિઅનંતકાળથી સ્વાભાવિક પણે ચાલ્યો આવે છે. પ્રકૃતિનું તંત્ર પ્રકૃતિના નિયમમાં રહી બરાબર ચાલી રહ્યું છે, તેમાં શુદ્ધ ચેતન પોતે કાંજ કરતું નથી, માત્ર પ્રકૃતિના તે તંત્રને નિર્લેપભાવે નિહાળે છે. આ સમજ જો સ્થિર બને - દઢ બને - અસ્થિમજજા બને તો, આ સમજના આધારે ચેતન અકર્તાભાવમાં નિરંતર રહી પ્રકૃતિનો સમભાવે નિકાલ કરી મોક્ષને પામી શકે છે.
રાજા રાણી, પુરૂષ સ્ત્રી, નોકર માલિક, નાયક ખલનાયક - આદિના જે
યોગ એટલે મોક્ષનું સાધન.