________________
આનંદઘન પદ - ૫
પાત્રો સંસાર રંગમંચ ઉપર ભજવાઈ રહ્યાં છે તે તો બધાં વેષ છે. એ તો માયાનો ખેલ છે. જુદા જુદા વેષ ધારણ કરી જુદા જુદા પાત્રો ભજવીને નાટક કરનાર નટ તો નટ જ છે. બહાર ભજવાઈ રહેલાં જુદા જુદા પાત્રનિવેષમાં ભવાઈ ચાલુ હોય ત્યારે પણ એ તો ભીતરથી ન્યારો, પોતે પોતાના મૂળ ધ્રુવ રૂપમાં જ છે. એણે કાંઈ પોતાની સત્તા હકુમતને વેચી મારી નથી. વેષ બદલ્યો છે પણ જાત બદલી નથી. ભાત ભલે જુદી જુદી હોય પણ પોત - જાત - પોતાપણું તો એ ને એજ છે. અને એવું ને એવું જ છે. “As it is for ever' સૂત્રધારે ફાળવેલા પાત્રમાં નટ એકરૂપ કે સમરૂપ થાય ત્યાં સુધી વાંધો નહિ પણ તરૂપ થઈ જાય તો નિજ જીવન જીવી શકે નહિ. પોતાપણાને તે ખોઈ બેસે જયાંથી નિજ મૂળ સ્વરૂપમાં એને પાછો લાવવામાં ખૂબ મથામણ કરવી પડે. - આ તો ભઈસાહેબ ! જન્મજન્માંતરોમાં ક્યારેય સાંભળવા મળી નથી એવી આંખ ઉઘાડનારી અને અવળી દષ્ટિને સવળી કરનારી, દૃષ્ટિ પરિવર્તન કરનારી અદ્ભૂત આશ્ચર્યજનક વાત છે, જે આજે સાંભળવા મળી તે મારા. અહોભાગ છે. હું ધન્ય ધન્ય થઈ ગયો ! જાણે કે..
“અખય ખજાનો મારા નાથનો દીઠો મેં ગુર ઉપદેશ. લાલચ લાગી સાહિબારે નવિ ભજીયે કુમતિનો લેશ રે.”
એક અનેક અનેક એક કુની, કુંડલ કનક સુભાવે; જલતરંગ ઘટઘાટી રવિકર, અગનિત તાહિ સમાવે. અવધૂ.૨.
એકની વિદ્યમાનતા છે, ધ્રુવ એવાં એકની હયાતિ છે, તો તેના થકી એ એકના જ અનેક રૂપ ભાસ્યમાન થતાં નજરે પડે છે. એના થકી એની ધ્રુવતાની પિછાન થાય છે. પરંતુ જો તે એક એવાં ધ્રુવની હયાતિ જ ન હોય તો દેખાઈ રહેલી ઉલટપલટ જેવી સઘળી કિયા ઠપ થઈ ગઈ હોત. સૂક્ષ્મ વિચારણા કરતાં વિચારવંતને જણાશે કે જ્ઞાનને આધારે અજ્ઞાન છે, વીતરાગતાના આધારે રાગદ્વેષ છે, નિત્યતાના આધારે અનિત્યતા છે, સ્વરૂપના આધારે વિરૂપ છે. સ્વભાવના આધારે વિભાવ છે, સત્યના આઘારે અસત્ય છે અને
સાધના માટે મનોયોગ સ્વચ્છ હોવો જોઈએ.