________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૬૧ નથી. આહાહા! યુવાન અવસ્થા હો ત્યારે આત્મા યુવાન શરીરને ચલાવી શકે છે તેમ ત્રણ કાળમાં નથી.
અહીંયા તો એટલી વાત લેવી છે. “પરમાવસ્ય વર્તા ન વિત્ ચાતા” “જિત' ની વ્યાખ્યા કરી કે- ત્રણેકાળે (પરની ક્રિયાનો) કર્તા નથી. શરીરની આ ક્રિયા, વાણીની આ ક્રિયા, ધંધામાં પૈસા લેવા દેવાની-તોલવાની ક્રિયા તેને ત્રણ કાળમાં ક્યારેય આત્મા કરી શકતો નથી. સમજમાં આવ્યું?
કેવો છે આત્મા? “જ્ઞાનમ માત્માનમ્ ઉર્વન” (જ્ઞાન) શુદ્ધ ચેતના માત્ર પ્રગટરૂપ સિદ્ધ-અવસ્થા તે રૂપે પણ પોતે તદ્રુપે પરિણમે છે.” શુદ્ધચેતનામાત્ર પ્રગટરૂપ સિદ્ધરૂપ અવસ્થાને કરે છે. સિદ્ધરૂપે આત્મા પરિણમે છે. શુદ્ધ ચેતનામાત્ર એટલે સિદ્ધરૂપ અવસ્થા એમ કહે છે. શક્તિએ તો શુદ્ધ આત્મા સિદ્ધ છે જ, પરંતુ અહીં પ્રગટરૂપ સિદ્ધ અવસ્થા તે રૂપે આત્મા તદ્રુપ પરિણમે છે. સિદ્ધની અવસ્થાનો આત્મા કર્તા છે એટલે કે તદ્રુપે પરિણમીને કર્તા થાય છે. પરંતુ પરનો કર્તા થવો, કર્મનો નાશ કરવો, તેનો કર્તા આત્મા નથી. કર્તાપણાનું અભિમાન ટળી જાય એવી વાત છે.
વળી કેવો છે? (અજ્ઞાનમ) અશુદ્ધ ચેતનારૂપ વિભાવ પરિણામ તે-રૂપ પણ પોતે તદ્રુપે પરિણમે છે. પુણ્ય-પાપના વિકારરૂપે પરિણમે કે સિદ્ધ અવસ્થાપણે પરિણામો પરંતુ પરની અવસ્થાનો કર્તા સર્વથા પ્રકારે અથવા પરમાર્થે તે ત્રણ કાળમાં નથી. ભારે આકરી વાત
શ્રોતાઃ- બધે વિરુદ્ધ જ ચાલે છે.
ઉત્તર:- બધે એવું જ ચાલે છે. આ તમે બધા દરબાર. તે ભાઈ પોતે કહેતા હતા કેઅમે આમ કરીએ, અમે ગરાસદાર છીએ, અમારી જમીન છે. (વગેરે કહે). અહીં કહે છે- એ બધી અજ્ઞાનીની ભ્રમણા છે.
જુઓને આ મનસુખભાઈ ૯૮ વર્ષની ઊંમરે ગુજરી ગયા. પોરબંદરના અગ્રેસર હતા એ નેમીરાજ ખુશાલ પહેલાં ગુજરી ગયા અને હવે આ (મનસુખભાઈ ) ગુજરી ગયા. કરોડપતિ હતા અને ચાર ભાઈઓ હતા અને પચ્ચીસ પચ્ચીસ લાખ વહેંચ્યા હતા. પોરબંદર નાતના પ્રમુખ- અગ્રેસર હતા. ટૂંકી માંદગીમાં દેહ છૂટી ગયો. એ તો દેહની સ્થિતિ જે સમયે જે થવાની તે થવાની. દેહની સ્થિતિ છૂટવાની હોય તો લાખ ડૉકટર આવે, દોડા કરે તો મરી જાય. છોકરાનું ધ્યાન રાખવું, ઠેકાણે પાડું. છોકરા મોટા થાય એટલે વ્યવસાયમાં તેને મારા અનુભવથી શીખવાડું કે આમ બનાવવું એ આમ કરવું. કરી શકે છે? બહાર કરી શકીએ છીએ? પણ અહીં ના પાડે છે. પરનું કરી શકતો નથી એટલી વાત અહીંયા લીધી છે.
કોઈ ભાઈનો રાત્રે પ્રશ્ન હતો- છ અવ્યક્તના બોલનો. ત્યાં ૪૯ ગાથામાં તો એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com