________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૯૭
૨૨૭
แ
શું કહે છે? જુઓ ! “ સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દૃષ્ટિથી,” તે સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દૃષ્ટિથી જણાય છે. તે તેની દૃષ્ટિમાં આવ્યો.
แ
,,
‘ જ્ઞપ્તિ: રોતૌ નદિ ભાસતે ” જ્ઞાનગુણ અને મિથ્યાત્વ-રાગાદિરૂપ ચીકાશ એમનામાં ( ન હિ ભાસતે) એકત્વપણું નથી.” જેમને સૂક્ષ્મ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ થઈ તેને રાગ મારો છે તેમ ભાસતું નથી. આહાહા ! ગજબ વાત છે. અહીં તો આ શરીર ને મન ને વાણી ને એવી ક્રિયા સ્વાહા. ભગવાનને (અર્ધ ) ચઢાવે ત્યારે સ્વાહા કરે તે જડની ક્રિયા છે. ‘ સ્વાહા ’ એવી જે વાણી તે જડની ક્રિયા છે.
અહીં કહે છે (સાધકને ) જે રાગ થાય છે તે.... , સૂક્ષ્મદૃષ્ટિવાળાને, સ્વભાવદૃષ્ટિવંતને અંદરમાં ભાસતો નથી. આ જન્મ મરણથી રહિત થવાના મારગ છે બાપા ! સાદિ અનંત અનંત સમાધિ સુખમાં. તેનાં ફળમાં આનંદની આદિ થાય છે.... પરંતુ હવે તેનો અંત નથી. એવા આનંદનું અનંતકાળ રહેવું તેનો ઉપાય તો સૂક્ષ્મ જ હોય ને ? આ કોઈ પંડિતાઈની ચીજ નથી. શાસ્ત્ર બહુ ભણ્યા છે. માટે દૃષ્ટિ નિર્મળ થઈ છે તેમ છે નહીં. અહીં તો દ્રવ્ય સૂક્ષ્મ દૃષ્ટિથી દેખવામાં આવ્યું. દ્રવ્યસ્વભાવ સૂક્ષ્મ છે. તે વિકલ્પથી પણ જાણવામાં આવતો નથી. આ વ્રત-તપ-ભક્તિનો ભાવ તે સ્થૂળ શુભભાવ છે. પુણ્ય-પાપ અધિકારમાં આવશે કે-તે સ્થુળ શુભભાવ છે.... જ્યારે ભગવાન તો સૂક્ષ્મ છે... અને તે અંદર સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપ દૃષ્ટિથી દેખાય છે. પાઠમાં તો ‘ અન્ત ’ છે, તેનો અર્થકા૨ કેટલો ખુલાસો કરે છે.“ અન્ત ” એટલે રાગ દેખાતો નથી એટલું લેવું છે. ‘અન્ત ’ એટલે શું ? અન્તઃમાં જ્ઞાનીને રાગ દેખાતો નથી તે અન્તઃની વ્યાખ્યા કરી. અંતરની દૃષ્ટિવાળાને રાગ દેખાતો નથી તે સિદ્ધ કરવું છે. અને જેને રાગ ભાસે છે તેને અંતઃતત્ત્વ ભાસતું નથી. રાગ તો સ્થૂળ છે. જે બહિર્બુદ્ધિ છે તેને અર્થાત્ રાગના કરવાવાળાને અંતઃતત્ત્વ દેખાતું નથી. આહાહા ! આવો મારગ પ્રભુનો.
પ્રભુ એટલે તે તું છો. તારી પ્રભુતા તો.. અંતઃ દૃષ્ટિથી.., દ્રવ્યને સૂક્ષ્મદષ્ટિથી દેખવાથી રાગ તેને દેખાતો નથી.. તે તારી પ્રભુતા છે. મારામાં રાગ નથી, મારામાં તો જ્ઞાન ને આનંદ છે એમ ભાસવું તે ચૈતન્યની પ્રભુતા છે. તે ચૈતન્યની મોટાઈ છે. તે ચૈતન્યની અધિકતા છે. આહાહા ! ભાષા તો સાદી આવે છે પણ ભાવ તો જે છે તે છે. અન્તઃ ' એટલે સૂક્ષ્મ દ્રવ્યદૃષ્ટિવંતને. “ જ્ઞપ્તિ રોૌનહિમાપ્તતે ” જ્ઞાનગુણ અને મિથ્યાત્વ રાગાદિરૂપ ચીકાશ એમનામાં એકત્વપણું નથી. ” તેમનાંમાં એકપણું છે નહીં. શું કહે છે ? સૂક્ષ્મ દ્રવ્યદૃષ્ટિએ ભગવાનને જુએ છે તો તેને અંત૨માં રાગની સાથે એકતા ભાસતી નથી. આહાહા ! આવી ઝીણી વાત અને લોકોને ક્યાં ચઢાવી દીધા.
6
"
,
કાલે ભાઈએ કહ્યું હતું ને– કે એક પંડિત જોડે ચર્ચા થઈ. તેમાં તે કહે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરે છે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. અત્યંત અભાવ છે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com