________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
કલશામૃત ભાગ-૩ ભવતિ” જે શક્તિ વિભાવપરિણમનરૂપ પરિણમી હતી તે જ પાછી પોતાના સ્વભાવરૂપ થઈ, “યથા પુન: પિ પુન:” (યથા પુન: પિ) અને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણમ્યું હતું જે પુદ્ગલદ્રવ્ય તે જ (પુન:) કર્મપર્યાય છોડીને પુદ્ગલદ્રવ્ય થયું. ૫૪-૯૯.
કલશ-૯૯ : ઉપર પ્રવચન yતત જ્ઞાનજ્યોતિ: તથા ધ્વનિતમ” વિદ્યમાન શુદ્ધ ચૈતન્યપ્રકાશ જેવો હતો તેવો પ્રગટ થયો.” આ પાછો સરવાળો લીધો. પહેલાં પારદ્રવ્યથી ભિન્ન બતાવ્યો. હવે કહે છે- રાગથી પણ ચૈતન્યમૂર્તિ ભિન્ન હતી. તેવી પ્રગટ થઈ. હું તો વિજ્ઞાનધનવિજ્ઞાનરસ છું, રાગરસ તે મારી ચીજ નહીં. આગળ કહ્યું કે એ પરિણામ જડદ્રવ્યમાં નથી તેમ બતાવ્યું. હવે અહીંયા રાગથી ભિન્ન ચૈતન્ય જ્યોતિ પ્રગટ થઈ તે કહે છે. જ્યારે પરથી ભિન્ન પોતાને જાણ્યો ત્યારે રાગથી પણ ભિન્ન જાણવામાં આવ્યો.
આવો ઉપદેશ લોકોને આકરો લાગે તેથી કહે–વ્રત કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, જાત્રા કરો. આ માંડ માંડ અમદાવાદથી અહીં આવ્યા જાત્રા કરવા માટે. અહીં કહે કેતમારી એ જાત્રા તે ધર્મ નહીં. લ્યો હવે! અરેરે... પરંતુ શેત્રુજ્ય તો શાશ્વત તીર્થ છે ને? એ તીર્થે જાય તો ધર્મ ન થાય? અરે! સમવસરણમાં સાક્ષાત્ તીર્થકર હો તો પણ તેના દર્શન કરવાથી શુભભાવ થાય છે. જ્યારે અહીંયા તો શુભભાવથી ભિન્ન ચૈતન્ય પ્રગટ થાય છે એ બતાવવું છે. સમજમાં આવ્યું?
(જ્ઞાનજ્યોતિ) વિદ્યમાન શુદ્ધ ચૈતન્ય પ્રકાશ જેવો હતો તેવો પ્રગટ થયો. કેવો છે? “મા” સ્વરૂપથી ચલાયમાન થતો નથી.” ભગવાન પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. અર્થાત્ રાગરૂપ થતો નથી. એવી ચીજ છે. સમજમાં આવ્યું?
વળી કેવો છે? “મન્ત: શ્રેમ”અસંખ્યાત પ્રદેશોમાં પ્રગટ છે. વળી કેવો છે?” ૩: અત્યન્ત-શ્મીરમ” અત્યન્ત અત્યન્ત ગંભીર છે અર્થાત્ અનન્તથી અનન્ત શક્તિએ બિરાજમાન છે.” એ રાગરૂપે બિરાજમાન નથી એમ પ્રભુ કહે છે. એ તો અનંતશક્તિએ બિરાજમાન છે. બપોરે ચાલે છે ને! અનંતશક્તિ તે તેનું ગામ અને અસંખ્ય પ્રદેશ એ ગામ. એ દેશમાં અનંતશક્તિ ગામ અને એકેક ગામમાં પ્રજા એવી એક એક શક્તિમાં અનંત તાકાત એવી પ્રજાનું પાલન કરવાવાળો તું ભગવાન છો. રાગનું પાલન કરનારો અને પરનું પાલન કરનારો તું નહીં. સમજમાં આવ્યું?
શાથી ગંભીર છે? વિછરૂનાં નિરમરત: જ્ઞાન ગુણના જેટલા નિરંશ ભેદ-ભાવ તેમના અનન્તાનન્ત સમૂહું હોય છે.” જુઓ! અહીં રાગાદિને કાઢી નાખ્યા. એ જ્ઞાન પર્યાય પણ અનંત ગંભીર છે. શક્તિ તો ગંભીર છે જ પરંતુ તેથી પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ એટલી તાકાતવાળી પર્યાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com