________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૮
કલશાકૃત ભાગ-૩ ઉપ૨ સોનાના કળશ ! શેઠ તમારો તો આઠ ભવે મોક્ષ થશે. ત્યારે નાનાલાલભાઈએ ના પાડી કે– ભાઈ ! ૫૨ના આશ્રયના ભાવથી સંસારનો નાશ થાય તેમ અમે માનતા નથી. નાનાલાલભાઈ શ્વેતામ્બરના પ્રમુખ હતા. આઠસો, હજા૨ થર છે શ્વેતામ્બરના તેનાં અગ્રેસર હતા. એ બધું છોડીને આ બાજુ આવી ગયા. લગભગ સાડા ત્રણસો ઘ૨ આ બાજુ આવી ગયા છે. અહીં (સૌરાષ્ટ્રમાં ) દિગમ્બર હતા જ નહીં. લગભગ સાડા ત્રણસો ઘ૨ શ્વેતામ્બર અને સ્થાનકવાસી મળી દિગમ્બર થયા છે. સાત-આઠ લાખનું તો સમવસ૨ણ-માનસ્તંભ-ધર્મશાળા છે. રતિભાઈ ઘીયા ગૃહસ્થ છે અને એ કરોડપતિ છે કદાચ એનાથી વિશેષ છતાં નરમ માણસ.. તે મંત્રી છે.
પંડિત કહે –મોક્ષે જશો. આ કહે- પુણ્ય થશે. લાખ મંદિર બંધાવોને ! તેમાં શું ? એ તો ૫૨ની ક્રિયા છે. એ તો ૫૨માણુંની ક્રિયા છે તેને આત્મા બનાવી શકતો નથી. આત્મા મંદિર બનાવી શકે છે? આ છવ્વીસ લાખનું (પરમાગમ ) મંદિર થયું... શું આત્મા તેને કરી શકે છે? એ રામજીભાઈના પ્રમુખપણા નીચે થયું. વજુભાઈ તો બબ્બે મહિને વાંકાનેર ચાલ્યા જતા હતા. રામજીભાઈ તો અહીંયા કાયમ રહેતા હતા. નિમિત્તથી કથન આવે પરંતુ કોઈએ બનાવ્યું છે એવી ચીજ નથી. ભાવ આવ્યો તે શુભભાવ છે. એ શુભભાવ પણ ભલો નથી એમ કહે છે. કેમ કે શુભભાવ રાગ છેદુઃખરૂપ છે.... અને તેનું ફળ શાતા આદિ બંધાય તે પણ દુઃખરૂપ છે આકુળતા છે. ભગવાન અનાકુળ આનંદનો નાથ પ્રભુ છે, તેનાથી હઠી અને રાગમાં આવવું તે સ્વરૂપથી પતિત થાય છે.
શ્રી જયસેન આચાર્યની ટીકામાં પુણ્ય-પાપ અધિકા૨ની છેલ્લી ગાથામાં આ રીતે લીધું છે. વ્યવહા૨ રત્નત્રયને પવિત્ર કહેવામાં આવે છે. તે પવિત્રનું નિમિત્ત છે માટે. પરંતુ ખરેખર તો તે પાપ જ છે. ભગવાન આનંદનો નાથ રાગની ક્રિયા વિનાનો નિષ્ક્રિય છે. એ વ્યવહા૨૨ત્નત્રયનો રાગ સ્વરૂપથી પતિત થાય છે તો થાય છે. મારગ એવો બાપુ ! એમાં કોઈ માણસની સંખ્યાની જરૂર નથી. ઘણાં માને માટે તે સત્ય છે અને થોડા માને તો અસત્ય છે એવી કોઈ ચીજ નથી. સત્યને એક જ ભલે માને પરંતુ સત્ય તો સત્ય જ છે. સત્યમાં અસત્ય આવશે નહીં.
અહીંયા કહે છે કે- “કર્મમાં તો ભલું કોઈ નથી, પોતાના મોહને લઈને મિથ્યાર્દષ્ટિ જીવ કર્મને ભલું કરી માને છે.” અહીં કર્મ લીધું ને તો પેલું કર્મ, કર્મ નીકળ્યુ. એ પહેલાં અંદર કારણ પણ લીધું. પરિણામ લીધા, દેહની ક્રિયા એ બધું લીધું. કર્મને એટલે પુણ્યબંધને કાઢો પણ શુભભાવને નહીં. અરેરે... ભગવાન શું કહે છે તે ત૨ફ દૃષ્ટિ ન દેતાં, પોતાની દૃષ્ટિથી શાસ્ત્રને ખતવવાં તેમ ન કરવું. શાસ્ત્રનો આશય ક્યો છે તે તરફ દૃષ્ટિ લઈ જવી. પોતાની (મિથ્યા ) દૃષ્ટિ તરફ શાસ્ત્રને ન લઈ જવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com