________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦
કલશામૃત ભાગ-૩ દુનિયાને રચશે કે નહીં ? સંતો રહેશે કે નહીં? આવી વાતમાં ગરબડ ન થઈ જાય? તેને એમ લાગે કે-આ તો વ્યવહારનો નાશ કરે છે. લાભ કહેતા નથી અને નુકશાન કરવાનું બતાવે છે. આહાહા ! માનો બાપુ! જેમ માનવું હોય એમ માનો, વસ્તુ તો આ છે. રાગાદિ ક્રિયારૂપ વ્યવહાર નુકશાનકારક છે. જિનેશ્વરદેવે કહેલો વ્યવહાર પણ સંસાર છે. આ વાત સમયસાર ૧૧ ગાથામાં આવી ગઈ છે.
મુનિ સાચા સંત – ભાવલિંગી – આત્મજ્ઞાની તેને પણ વ્યવહાર આવે છે તેનું જ્ઞાન કરાવ્યું છે. તેને પણ પંચમહાવ્રતનો વિકલ્પ આવે છે. પણ તે દુઃખરૂપ છે, તે બંધનું કારણ છે, તે સંસાર છે. જેટલો વિકલ્પ તે સંસાર અને નિર્વિકલ્પ સ્વરૂપને આશ્રયે જેટલી પરિણતિ તે મોક્ષમાર્ગ અથવા તે મોક્ષ છે.
ઘણી શુદ્ધતા, તેનાથી ઘણી, તેનાથી ઘણી – એવા થોડાપણા - ઘણાપણારૂપ ભેદ છે, પણ જાતિ ભેદ નહીં.”
સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને શુદ્ધતા પ્રગટ થાય છે. પાંચમા ગુણસ્થાને આચાર, વાડાના શ્રાવક એ શ્રાવક નહીં. તેને તો હજુ સમ્યગદર્શનની પણ ખબર નથી. આ તો પ્રભુના મારગડા છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો પ્રવાહ છે. ભગવાન મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ૫૦૦ ધનુષનો તેમનો દેહ છે અને એક કરોડપૂર્વનું આયુષ્ય છે. મુનિસુવ્રત ભગવાનના વખતમાં તેમણે દીક્ષા લીધી હતી અને પછી કેવળ પામ્યા. અત્યારે કેવળજ્ઞાની પરમાત્મા છે. આગામી ચોવીસીમાં તેરમા તીર્થંકર થશે ત્યારે તેમનો મોક્ષ થશે. ત્યાં સુધી તેઓ મનુષ્ય સ્થિતિમાં કરોડો-અબજો વર્ષ સુધી બિરાજે છે. વર્તમાનમાં સમવસરણમાં ધર્મોપદેશ થાય છે ત્યાં તેઓ બિરાજે છે. મહાવીરઆદિ ભગવાન તો મો સિદ્ધાણંમાં ચાલ્યા ગયા. જ્યારે આ સિદ્ધ નથી થયા. આ તો મો અરહંતાણમાં છે. ચાર કર્મ ક્ષય નથી થયા. ચાર કર્મ બાકી રહ્યા છે. આઠ કર્મનો નાશ થઈ જાય તો સિધ્ધ થઈ જાય. ચારકર્મનો નાશ કરીને તેઓ કેવળજ્ઞાની પરમાત્માપણે બિરાજે છે. ચારકર્મ બાકી છે માટે અરિહંત છે. અરિહંત ભગવાનને વાણી હોય છે. સિધ્ધને વાણી હોતી નથી. પરંતુ ભગવાનની વાણીમાં આ તત્ત્વ આવ્યું છે.
ભાઈ ! તારી ચીજ છે ને નાથ ! તારો આત્મા શુદ્ધ સ્વરૂપનો ભંડાર છે. તે શુદ્ધ સ્વરૂપની એકાગ્રતા કરવાથી શુદ્ધતા ઉત્પન્ન થાય છે. વિશેષ એકાગ્રતાથી વિશેષ શુદ્ધતા થાય છે. એ શુદ્ધતાનો ભેદ ભલે થોડો ઘણો હો ! પણ તેમાં જાતિ ભેદ નથી.
આહાહા! ચોથે ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્રની દશા છે. પાંચમા ગુણસ્થાને સાચા સંત – શ્રાવક સમકિત સહિતની વાત છે. તેનું સ્વરૂપાચરણચારિત્ર વિશેષ નિર્મળ છે. છઠ્ઠામાં વિશેષ, સાતમામાં વિશેષ, એમ કરતાં કરતાં કેવળજ્ઞાન થતાં પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com