________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ર
કલશાકૃત ભાગ-૩ આત્મદ્રવ્યનું નિજ સ્વરૂપ છે. એ તો નિજ સ્વરૂપનું પરિણમન છે.
તે શુભાશુભક્રિયાની માફક ઉપાધિરૂપ નથી.” આ દયા દાન- વ્રત - ભક્તિના પરિણામ તે ઉપાધિ છે. હવે તેને અત્યારે ધર્મ મનાવ્યો છે. અને લોકો પણ એમ જ પ્રરૂપણા કરે છે. અરે... ભગવાન ! વીતરાગ માર્ગનો તેમાં ધ્વંસ થાય છે. માર્ગ તો પ્રભુ આવો છે ભાઈ ! બહુ સ્પષ્ટ ટીકા છે.
શું કહ્યું? આત્મદ્રવ્યનું જે નિજ સ્વરૂપ છે તેમાં શુભાશુભ ક્રિયાની ઉપાધિ નથી. પંચમહાવ્રતના પરિણામ શુભભાવ તે તો ઉપાધિ છે. તે જીવનું સ્વરૂપ નથી. આ વાત પાઠમાં છે કે નહીં? આ સોનગઢનું છે? અનાદિથી સંતો, દિગમ્બર મહા મુનિઓ વીતરાગી સંત આમ કહેતા આવ્યા છે. સર્વજ્ઞ ત્રિલોકનાથ પણ આમ કહેતા હતા. તે ભગવાનનો સંદેશ લઈને કુંદકુંદાચાર્ય આવ્યા. સંવત ૪૯ માં, આજથી બે હજાર વર્ષ પહેલાં ત્યાં ગયા હતા. અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને કહ્યું કે ભાઈ ! ભગવાન આમ કહે છે.
જેટલા શુભાશુભભાવ તે ઉપાધિ છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવના આશ્રયે શુદ્ધતા ઉત્પન્ન થઈ તે નિરૂપાધિ છે. આવી વાતનો જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં પણ હજી સ્વીકાર નથી તેને આચરણ ક્યાંથી આવશે?
શું કહે છે? શુદ્ધ ચૈતન્ય વસ્તુ તેમાં નિર્મળ આચરણ એ સ્વરૂપાચરણચારિત્ર છે. એક દ્રવ્યસ્વભાવવા,” એક જીવદ્રવ્યનો સ્વભાવ હોવાથી.. દ્રવ્ય એક જીવદ્રવ્ય સ્વરૂપ છે. આ એક દ્રવ્ય સ્વભાવની વ્યાખ્યા થઈ.. પુણ્ય-પાપ તે એક દ્રવ્ય નહીં એ તો પદ્રવ્ય છે – તે સંયોગીભાવ ઉપાધિ છે. આહાહા! પંચમહાવ્રત, પાંચ સમિતિ, ગુપ્તિ, ભગવાનની પૂજા-ભક્તિ, મંદિર બનાવવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચવા તે બધો ભાવ રાગની મંદતાનો છે. તે શુભભાવ ઉપાધિ છે.
બેંગ્લોરમાં કહ્યું હતું. બાર લાખનું દિગમ્બર મંદિર બનાવ્યું. તેમાં એક શ્વેતામ્બર હતા તેણે આઠ લાખ અને એક સ્થાનકવાસીએ ચાર લાખ આપ્યા. બાર લાખનું દિગમ્બર મંદિર દેખવા લાયક છે. અમે બેંગ્લોર ગયા ત્યારે તેમને કહ્યું હતું કે- ભાઈ ! તમે આ બાર લાખ ખર્ચા માટે તમને ધર્મ થયો તેમ નથી. રાગની મંદતા હો તો પુણ્ય છે; અને તે ઉપાધિ છે. પરંતુ બહારની ક્રિયા થાય છે. પરંતુ આત્મા બહારની ક્રિયા કરી શકતો નથી. તેના પરિણામનો ભાવ શુભ છે. તે ધર્મ નથી. પ્રવચન નં. ૧૦૨
તા. ૨૨-૯-૭૭ દશ લક્ષણ પર્વનો આજ છઠ્ઠો દિવસ છે. ઉત્તમ સંયમ. ઉત્તમ સંયમ કેમ કહ્યું? કે સૌ પ્રથમ પોતાના આનંદના અનુભવરૂપી સમ્યગ્દર્શન હોવું જોઈએ, પછી સંયમ અને ચારિત્ર આવે છે. બપોરના વ્યાખ્યાનમાં એ આવ્યું હતું તે કે- દ્રવ્ય સ્વભાવમાં આત્માનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com