________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૧
૪૦૭ પ્રત્યક્ષરૂપથી. આસ્વાદ કરવાને સમર્થ નથી. ભાષા જુઓ! ‘નાનન્તિ' એમ એકલું નહીં, પરંતુ “ નાનન્તિ' નો અર્થ પોતાના આનંદ સ્વરૂપનો આસ્વાદ લેવામાં અસમર્થ છે. (જ્ઞાન) તેનો અર્થ કર્યો. જ્ઞાનમ્ એટલે શુદ્ધ ચૈતન્ય પદાર્થ- વસ્તુ.
હમણાં છાપામાં આવ્યું હતું કે વડોદરામાં એક ૪૫ વર્ષનો સિંધી તે બહુ મોટો અને પોતે ઇંજીનિયર થયા પછી તેની વિદાયમાં બધાએ ભાષણ કર્યું. એને માન આપ્યું પછી એ પોતે (આભાર માનવા) ઊભો થયો અને એક શબ્દ બોલ્યો ત્યાં તો હાર્ટફેઇલ થઈ ગયું. આહા! એ એની મરણની વિદાય થઈ.
અરે.. પ્રભુ! અંદર ચૈતન્યનો નાથ છે. તેની તો ખબર ન મળે અને બહારની ક્રિયાકાંડમાં મશગુલ બસ. એ બધી તો અશુભ ક્રિયા હતી. માન ને સન્માનમાં રાજી રાજી થાય પરંતુ એ તો અશુભ પાપના પરિણામ હતા. એ તો ઊંડા સંસારમાં ડૂબેલા છે. આ શેઠને અભિનંદન આપવું હતું. પણ શેઠે ના પાડી. બહારમાં શું છે માન એ તો ઝેર છે.
બેનના પુસ્તકમાં ૧૪૯ માં પાને છે. “જ્ઞાનીનું પરિણામ વિભાવથી પાછું વળીને સ્વ તરફ ઢળી રહ્યું છે. જ્યારે અજ્ઞાનીનું પરિણમન રાગ તરફ ઢળી રહ્યું છે.” ધર્મીનું પરિણમન વિભાવથી પાછું ફરી સ્વભાવ બાજુ ઢળી રહ્યું છે. ગઈકાલે એ પણ કહ્યું હતું કે- વિભાવ સીમાવાળી ચીજ છે. મર્યાદિત છે, તેથી તેનાથી પાછું વળી શકાય છે. આહાહા ! જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે.
“આ વિભાવભાવ અમારો દેશ નથી.” આ પુણ્યમાં, ક્રિયાકાંડમાં બહાર આવવું તે પણ આત્માનો દેશ નથી. આ પરદેશમાં અમે ક્યાં આવી પડ્યા? આ સ્વદેશ છોડીને પરદેશમાં અમે ક્યાં આવી પડયા? આ સ્વદેશ છોડીને પરદેશમાં ગયા. આત્મા સાગર અર્થાત્ આત્મા ગુણોનો સાગર છે તેને છોડીને પરદેશમાં ગયા. આ તમારા સાગરનું નામ આવ્યું શેઠ! “અમે અહીં ક્યાં આવી પડ્યા? અમને અહીં ગોઠતું નથી.” આહાહા! જ્ઞાનીને રાગમાં ગોઠતું નથી પ્રભુ! કેમ કે રાગ તે તો દુઃખરૂપ છે.
અહીંયા અમારું કોઈ નથી.” અર્થાત્ રાગમાં, બાહ્ય ક્રિયાકાંડમાં અમારું કોઈ નથી. “જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વિર્યાદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે તે અમારો સ્વદેશ છે.” લ્યો! આ પરિવાર આ તમારા બધા પરિવાર તે પરિવાર નહીં. એમ કહે છે. આહાહા ! જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વિર્યાદિ અનાદિ અનંતગુણોનો અમારો પરિવાર વસે છે. એ અમારો સ્વદેશ છે.
આહાહા ! અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. “અમારે ત્વરાથી મૂળ વતનમાં જઈને વસવું છે.” વતન એટલે દેશ-ઘર અમારે અમારા મૂળ ઘરમાં જઈને વસવું છે; “ત્યાં બધા અમારા છે.” આનંદ આદિ અમારા છે ત્યાં વસવું છે. રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com