________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦
કલામૃત ભાગ-૩ છે. તેટલો કાળ અશુદ્ધપણું રહેતું જ નથી. ભાવ ને દ્રવ્ય બને ક્રિયારૂપ હોં! આહાહા પરિણામ અને વિકલ્પ બન્ને અટકી જાય છે. ... અર્થાત્ સહજ જ મટે છે.
મિથ્યાદેષ્ટિ જીવ એવું માને છે કે જેટલી ક્રિયા છે તે જેવી છે તેવી જ રહે છે,” અશુદ્ધપણું તો જેટલું છે એટલું ભલે રહો ! અમે તો જ્ઞાનસ્વરૂપી છીએ તેમ અજ્ઞાની માને છે. “શુદ્ધ સ્વરૂપ-અનુભવ મોક્ષમાર્ગ છે;” અમારે તો શુદ્ધનો અનુભવ મોક્ષનો મારગ છે, પછી અશુદ્ધતા જેટલી હોય તેટલી ભલે રહે! અહીં કહે છે – શુદ્ધ સ્વરૂપના અનુભવના કાળમાં અશુદ્ધતાનો ભાવ રહી શકે નહીં. આવો મારગ છે. સમજમાં આવ્યું?
પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. તેથી જે એવું માને છે તે જીવ મિથ્યાષ્ટિ છે, વચનમાત્રથી કહે છે કે- શુદ્ધ સ્વરૂપ - અનુભવ મોક્ષમાર્ગ છે;” વચનમાત્રથી કહે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે, આત્મા જ્ઞાયક છે. આત્મા જ્ઞાયક છે. આત્મા જ્ઞાયક છે તો શું? જ્ઞાયક તરફનો ઝુકાવ નથી, વેદન નથી અને તેને જ્ઞાયક ક્યાંથી આવ્યો? માત્ર વચનમાત્રથી કહે છે કે- શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષમાર્ગ છે. એવું કહેવાથી કાર્ય સિદ્ધિ તો બિલકુલ નથી. આહાહા ! શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેમ બોલે છે પણ શુદ્ધ સ્વરૂપ તરફનો ઝુકાવ તો નથી. પરમાં અર્થાત્ પુણ્ય-પાપના પરિણામમાં મગ્ન થઈ અને રહે છે. અને માને છે અમારો મોક્ષ થશે! કેમ કે જ્ઞાનીને ભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે ને ! તેથી અમારે ભોગ હોય. અરે ! મરી જઈશ સાંભળને ! કઈ અપેક્ષાએ કહ્યું છે? શુદ્ધ ચેતન સ્વરૂપની દૃષ્ટિના જોરથી કહ્યું છે. જેમાં રાગની અને એક સમયની પર્યાયની ગણતરી નથી અને અલ્પથી પણ અલ્પ બંધ છે. અલ્પસ્થિતિ અને અલ્પ રસ છે એમ ગ્રહણ કરી ભોગને નિર્જરાનો હેતુ કહેલ છે. કાંઈ ભોગથી નિર્જરા હોય? તો પછી ભોગ છોડી અને ચારિત્ર અંગીકાર કરવાનું કેમ કહે? શાસ્ત્રને પકડીને પોતાની સ્વચ્છંદતા પોષે છે. એમ ન ચાલે ભાઈ ! આ તો વીતરાગનો મારગ છે.
વચનમાત્રથી કહે છે કે શુદ્ધ સ્વરૂપ- અનુભવ મોક્ષમાર્ગ છે; એવું કહેવાથી કાર્ય સિદ્ધિ તો કાંઈ નથી.” ઉપર બે વાત આવી. (૧) ક્રિયાનય (૨) જ્ઞાનનયના પક્ષવાળા સંસારમાં ડૂબનારા છે. હવે ત્રીજી વાત સમ્યજ્ઞાની કહે છે. “તે વિશ્વએ હરિ તત્તિ” એવા જે કોઈ જીવો સમ્યગ્દષ્ટિ છે તેઓ કહ્યા છે જે બે જાતિના જીવ તે બન્ને ઉપર થઈને,” ક્રિયાનય અને જ્ઞાનનયવાળા તે બન્નેની ઉપરના જીવો. રાગને ધર્મ માને નહીં અને જ્ઞાનમાં સ્વચ્છંદપણે રહે નહીં.
જે બે જાતિના જીવ તે બન્ને ઉપર થઈને “અર્થાત્ તેનાથી રહિત થઈને.” સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષપદને પ્રાપ્ત થાય છે. તે કેવા છે? યે સતતં સ્વયં જ્ઞાન ભવન્ત વર્મ ન દુર્વત્તિ પ્રકાશ્ય વશે નાત ન યાન્તિ” જે કોઈ નિકટ સંસારી સમ્યગ્દષ્ટિ જીવો નિરંતર શુદ્ધજ્ઞાનરૂપ પરિણમે છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com