________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨
કલશામૃત ભાગ-૩ થયો. તેની સાથે પુષ્ય ને પાપના ફળની કિંમત શું છે? અજ્ઞાનીઓ મોહને પી અને નાચી રહ્યા છે. કેમ કે તે શુભક્રિયાને ધર્મનું અને મોક્ષનું કારણ માને છે. આવી વાત તેની પાસે
ક્યાં છે?
“જેમ કોઈ ઘતૂરો પી ને સુઈ જવાથી નાચે છે, એમ કહે છે કે તેને સુધ બુધ રહેતી નથી. તેથી નાચે છે. તેમ મિથ્યાત્વ કર્મના ઉદયે શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે.” આહાહા! પુણ્યને ધર્મ માનવાવાળા – મોક્ષ માનવાવાળા મિથ્યાત્વથી ઘેરાય ગયેલા છે. જે રાગમાં રોકાય ગયો છે તે શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. રાગની પાછળ આખો શુદ્ધ ચૈતન્યધન – આનંદકંદ છે. પણ જે રાગમાં મોક્ષમાને છે તે સ્વભાવથી ભ્રષ્ટ છે. ભગવાન શુદ્ધ સ્વરૂપ આનંદનો નાથ બિરાજે છે તેનો તણે અનાદર કર્યો, અને રાગનો આદર કર્યો તો અનુભવથી ભ્રષ્ટ થયો છે.
શુભકર્મના ઉદયે જે દેવ આદિ પદવી,” જુઓ, હવે આ ફળ આવ્યું. આ ઝેરનું ફળ લીધું. શુભકર્મના ઉદયથી દેવ, શેઠ, રાજા આદિ, જેની પાંચ – પાંચ કરોડની ઉપજ છે એવા મોટા રાજા અત્યારે છે. ઇરાકનો રાજા છે તેને કલાકની દોઢ કરોડની ઉપજ છે. ત્યાં પેટ્રોલ બહુ નીકળ્યું છે. દેશ નાનો છે. પણ દેશમાં પેટ્રોલના કુવા છે, તો એક દિવસની અડધો અબજની આવક છે એ એમ જાણે કે- અમે પૈસાવાળા છીએ, અમે દેવ છીએ. આવી પદવી રાજાની તેમાં તે રંભાયમાન થાય છે.
“તેમાં રંજિત થાય છે કે હું દેવ, મારે આવી વિભૂતિ, તે તો પુણ્યકર્મના ઉદયથી; પુણ્યના ફળમાં, એના પ્રેમીઓ રંજાયમાન થાય છે એમ કહે છે. એ શુભભાવના રસીલા – પ્રેમી એને શુભભાવના ફળ તરીકે જે પદવી મળે એમાં રંજાયમાન થઈ ગયો. કેમ કે જેને કારણમાં હોંશ ચડી ગઈ છે તેને તેનાં કાર્યમાં રંગ ચડી ગયો છે.
અમે દેવ છીએ, અમે વાણીયા-શેઠિયા છીએ, અમે પૈસાવાળા છીએ, અમારું કુટુંબ ખાનદાન છે અને તેમાં સામેવાળા કરોડપતિની દિકરી આપવા આવે એમાં હવે શું છે? “દેવ આદિ પદવી” એટલે રાજા, મોટા શેઠિયા અને તેને પાંચ લાખનો મહિનાનો પગાર આવે એવા મોટા થાય અને તેમાં રંજાયમાન થાય છે. હું આવો દેવ છું, મારે આવી વિભૂતિ છે, અબજોપતિ છે, પાંચ-પાંચ કરોડની ઉપજ છે, દશકરોડની ઉપજ છે એ મારી વિભૂતિ છે. ભાઈ ! મરી જઈશ! એ વિભૂતિ તો જડ છે તે તારી ક્યાંથી થઈ? આહાહા ! શુભભાવના પ્રેમીલા જીવો એના ફળ તરીકે સંયોગ તેમાં રંભાયમાન થઈ જાય છે.
હું દેવ, હું ઉદ્યોગપતિ, મારી આવી વિભૂતિ એ તો પુણ્ય કર્મના ઉદયથી છે. મારા પુણ્ય એટલા કે તેના કારણે આ બધી ભોગ સામગ્રી છે. એકને હુકમ કરે તો એકવીસ તૈયાર હોય છે. મોઢે માંગે તે મળે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com