________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૩
જેને હાથીના પગ નીચે કચડાવ્યા તો પણ કાંઈ બોલ્યા નહીં. બ્રાહ્મણોએ શિવની મૂર્તિ નાખી દીધી અને પછી રાજાને ભડકાવ્યા કે ટોડરમલ વિરોધ કરે છે. રાજા કહે જાવ તેને મારી નાખો. હાથી આવ્યો, હાથી ટોડરમલ ઉ૫૨ પગ મૂકતાં અચકાય છે. ત્યારે હાથીને કહે છે - અરે... હાથી ! રાજા જ્યારે આમ કહે છે ત્યારે તું શું કામ મૂંઝાઈ છે? પગ મૂક... પગ મૂક પછી હાથી પગ મૂકે છે. આમ દેહ છૂટી જાય છે. આવી સ્થિતિમાં પણ જણે પોતાની સત્યની દૃઢતા છોડી નહીં. નાની ઉંમર હતી. ઉંમ૨ તો દેહની છે. ૨૦૦ વર્ષ પહેલાં બન્યું. અરે... કોઈ જૈન નથી ? જૈનના શ્રાવકો બધા ક્યાં ગયા ? ભાઈ ! બધાય હોય પણ રાજા પાસે શું કરે! બનવા કાળે જે બનવાનું હોય તે બને ને!? આવા ધર્માત્માને પણ ન માને ! ધર્માત્માને પણ આવી સ્થિતિ ઊભી થાય છે. તેઓ જાણે છે કે– શ૨ી૨ છૂટું છે ને છૂટું પડશે એમાં મારે શું ? શ્રીમમાં આવે છે,
“ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ, સંયોગ જો, અડોલ આસન્ન ને નહીં મનમાં ક્ષોભતા, ૫૨મ મિત્રનો જાણે પામ્યા યોગ જો.
,,
૪૨૦
આહાહા ! શરી૨ મારે જોઈતું નથી એ એને જોઈએ છીએ તો ભલે ને લઈ જાય. પાઠમાં ‘ અમલ ’ શબ્દ છે. મિથ્યાત્વનો અત્યંત પાવર ચઢી ગયો છે.
જિનરાજ સુજશ સુનો રે...
કાહુકે કહે અબ કર્યું ન છૂટે પ્યારે, લોક લાજ સબડારી.
જૈસે અમલી અમલ ક૨ત સુને લાગ ૨હે જો ખુમા૨ી !”
પ્રભુ વીતરાગી સ્વભાવનું મને ભાન થયું છે. લોકો કેમ કહેશે તે દુનિયા જાણે ! આહા ! જેમ અફીણનો અમલ પીવે અને તે ચડે તેમ અજ્ઞાનીને મિથ્યાત્વના અમલ ચઢયા છે.
રાજકોટ અને ગોંડલ વચ્ચે એક રીબડા ગામ છે. ઘણાં વર્ષો પહેલાની વાત છે. આ ૭૭ ની સાલની વાત છે. ત્યારે ઠાકરદ્વારમાં ઉતર્યા હતા અને પછી હમણાં નિશાળમાં. ત્યાં એક બાવો હતો. અમે સમયસાર વાંચતા એ અફીણ પીતો હતો. જ્યારે બીજા એમ કહે ચડયો-ચડયો-ચડયો એટલે તેને અફીણ ચઢે અને પછી ઉતરી ગયો તેમ કહે તો, પીધો હોય તે ઉતરી જાય.
અહીંયા તો કહે છે – અજ્ઞાનીને મિથ્યાત્વના પાવર ચઢયા તે ચઢયા. શુભભાવને ધર્મ માનવાની વાતમાં મિથ્યાત્વનો પારો ચઢી ગયો છે. “ અમલ તેનું અત્યંત ચઢવું તેનાથી નાચે છે. ” જોયું ? મિથ્યાત્વનો અમલ તેને અત્યંત ચઢયો છે. ચોખ્ખો અર્થ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com