________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૮
કલશાકૃત ભાગ-૩ માનવું તે મિથ્યાત્વ છે. આ વાત ખાનિયા તત્ત્વચર્ચામાં આવી ગઈ છે.
આહાહા! જેટલી ક્રિયા દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-વાંચન-શ્રવણ-મનનચિંતવન તે બધી ક્રિયાને મૂળમાંથી ઉખેડી નાખી છે. જેણે ભગવાનનું મૂળ પકડ્યું, અખંડાનંદ ચૈતન્ય જ્ઞાયક જ્યોતને જેણે પરિણતિમાં લીધો, પંચમ પારિણામિક ભાવને જેણે પરિણતિમાં લીધો તેને પંચમગતિની પ્રાપ્તિ થાય છે.
એ દ્રવ્ય અને ભાવ ક્રિયા તે મોક્ષમાર્ગ નથી “એમ જાણી સમસ્ત ક્રિયામાંથી મમત્વનો ત્યાગ કરીને.” પછી તે ભગવાનના સ્મરણનો રાગ હો તે ક્રિયા રાગ છે. ણમો અરિહંતાણંનો જાપ કરવો તે સમસ્ત વિકલ્પના મમત્વનો ત્યાગ કર કે- એ મારી ચીજ નથી, તે મારામાં છે જ નહીં, તે મને લાભદાયક નથી. આહાહા ! એ ક્રિયામાં મમત્વનો ત્યાગ કર. “શુદ્ધજ્ઞાન તે મોક્ષમાર્ગ છે.” ભગવાનના શુદ્ધ જ્ઞાનમાર્ગમાં શુદ્ધજ્ઞાન મોક્ષમાર્ગ છે.
જ્ઞાન જે ત્રિકાળ છે તે નહીં. આ તો શુદ્ધ જ્ઞાનની પરિણતિ તે મોક્ષમાર્ગ છે. જ્ઞાન જે ત્રિકાળ છે તે તો દ્રવ્ય છે. એ નહીં. એ ત્રિકાળી જ્ઞાયકની પરિણતિ જે શુદ્ધ છે તે અહીં તો પુણ્ય-પાપની ક્રિયાથી રહિત જે નિર્મળ પરિણતિ છે તે લેવી છે. સમજમાં આવ્યું?
“શુદ્ધજ્ઞાન મોક્ષમાર્ગ છે.” શુદ્ધજ્ઞાનનો અર્થત્રિકાળી શુદ્ધ પ્રકાશ સ્વરૂપ છે તે તો દ્રવ્ય છે, મોક્ષમાર્ગ નહીં. તેના આશ્રયે જે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ જે નિર્મળ પ્રગટ થઇ તે શુદ્ધજ્ઞાન છે. શુદ્ધજ્ઞાન કેમ કહ્યું? જે રાગની ક્રિયા અશુદ્ધ હતી. તેની સાથે આ શુદ્ધજ્ઞાનની પરિણતિ મોક્ષમાર્ગ છે.
શુદ્ધજ્ઞાન મોક્ષમાર્ગ છે એવો સિદ્ધાંત સિદ્ધ થયો.” ભગવાન ચૈતન્ય સ્વભાવી પ્રભુ છે, એ ચૈતન્ય સ્વભાવનું શુદ્ધ પરિણમન તે મોક્ષમાર્ગ છે. એવો સિદ્ધાંત સિદ્ધ થયો. વચ્ચે ક્રિયાકાંડનો જે ભાવ આવે છે તેનો નિષેધ થયો. એ લોકો એમ કહે છે – પહેલાં એ સાધન હોય કે નહીં? ભાઈ ! જે સાધન બાધક છે તે સાધન ક્યાંથી આવ્યું? શુદ્ધ ચૈતન્ય પ્રકાશ પુંજનું પૂર આત્મા છે તેનો આશ્રય લઈને શુદ્ધ પરિણતિ થઈ અને પરનો આશ્રય લઈને જે શુભભાવ દયા–દાન-વ્રતના ભાવ હતા તેનો અભાવ થયો. આહાહા ! આવો માર્ગ એટલે માણસને કઠણ લાગે.
અહીંયા તો એ કહ્યું કે- શુદ્ધજ્ઞાન મોક્ષમાર્ગ છે. તેવો સિદ્ધાંત સિદ્ધ થયો. એ નિર્ણય યથાર્થ જ સિદ્ધ થયો. વ્યવહાર રત્નત્રયની ક્રિયા મોક્ષમાર્ગ છે તેનો નિષેધ થયો.
કેવું છે કર્મ? ભાષા જુઓ! “કર્મ' શબ્દ વાપર્યો છે. “કર્મ અર્થાત્ ક્રિયા? “મેવોનાલં” ભેદનું ગહનપણું છે. શુભકિયા મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભેદ,” આહાહા ! શુભક્રિયા તે મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતનો ભેદ પાડવો, તેનાથી થયું છે પાગલપણું આહાહા ! દયા-દાન, વ્રત-ભક્તિ, તપ આદિ પણ મોક્ષમાર્ગ છે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com