________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૧૧૨
૪૨૩ મોટું માગે છે? એ ખબર છે? આજે શું ખાવું છે... શીખંડ પૂરી, શીરો –પૂરી? મોટા રાજા હોય ત્યાં છપાવેલા કાગળ હોય તેમાં રસોઈના નામ લખેલા હોય. તે કાગળમાં રાજાને જે ભાવે તેના ઉપર ચિન્હ કરે. મોટા રાજાનું એમ હોય. પેલો એમ જાણે કે- મારો કેટલો વૈભવ છે. એમાં રાજી રાજી થઈ જાય એમાં મરી જઈશ સાંભળને હવે!
શ્રોતા- પૈસા હોય તો ઉપયોગ કરે ને?
ઉત્તર-પૈસા ક્યાં એના હતા; એ તો જડ છે. જડ તેનું નથી તો તેનો ઉપયોગ કેવી રીતે કરે. તે તો પુણ્ય કર્મના ઉદયથી રંજાયમાન થાય છે. બાદશાહી મોટી, બહારમાં છોકરાંવ મોટા બુદ્ધિવાળા, મોટા પગારે મોટું કામ કરનારા પગાર પણ બે, પાંચ, દશલાખના હોય એ બધા પુણ્યના ફળ છે.
આ બન્ને શેઠિયા બંગલાવાળા, તેના નામ મોટાં તેથી તેમને મોઢા આગળ બોલાવે. અન્યમતવાળા બાવા પણ બોલાવે. આગલ બોલાવે એટલે રાજી થાય. શંકરને માનનારા હોય તે બોલાવે ત્યાં પણ જાય, તે કહે શેઠ પધારો. એ બધા પુણ્યના ફળ છે એમાં કાંઈ નથી. અંદરમાં આનંદનો નાથ બિરાજે છે તેમાંથી આનંદના ઝરણાં ઝરે છે. તેમાં જાને ! બહારમાં તો આ દુઃખના ઝરણાં ઝરે છે. લ્યો ! હવે આ પુણ્ય-પાપ અધિકાર પૂરો થયો. તેનો આ છેલ્લો કળશ હતો.
* (સમાપ્ત) *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com