________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
કલશ-૧૧૨
મિથ્યાત્વનો રસ ચોખ્ખો ચઢયો છે તેથી નાચે છે. અરે પ્રભુ ! આવો માર્ગ છે.
અરે પ્રભુ ! તું એ સ્વરૂપે છો ને ! તું સ્વરૂપે જ શુદ્ધ ચૈતન્યધન છો ને ! એક સમયની વિકૃતદશા તેની રુચિ છોડીને. ૫૨માત્મ સ્વરૂપની દૃષ્ટિ થઈ એ મિથ્યાત્વના પાવ૨નો નાશ થઈ ગયો. એક સમયની ભૂલ છે. શુભભાવ એ પણ ભૂલ છે. ત્રિકાળ સ્વભાવની સાથે એનુ મિલાન ન થાય. કેમ કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અનહદ છે. જ્યારે વિકારને સીમા છે.
૪૨૧
ગઈકાલે બહેનના વચનામૃતમાંથી વાંચ્યું તું ને ! વિકાર છે તેને સીમા છે – હદ છે. ગુજરાતી બહુ સાદી ભાષામાં કહે છે. સાધારણ બાળકને સમજાય એવી વાત છે. વિભાવ છે. એને સીમા છે. વિકલ્પ છે એને હદ છે અને મર્યાદા છે. જ્યારે ભગવાનના સ્વભાવને મર્યાદા નથી તે બેહદ છે. જે હદવાળી ચીજ હોય, મર્યાદિત ચીજ હોય તેનાથી પાછા વળી શકાય છે, કેમ કે અમર્યાદિત નથી. મર્યાદિત હોય તેનાથી પાછા વળી શકાય છે. જ્યારે પોતાનો સ્વભાવ તો અમર્યાદિત છે. એ સ્વભાવ જ્યાં નિજ અનુભવમાં આવ્યો હવે ત્યાંથી હઠી શકાય નહીં.
અહીંયા તો કહે છે – પુણ્યની ક્રિયાને ધર્મ મનાવે, મોક્ષમાર્ગ મનાવે તેને મિથ્યાત્વનો અમલ ચઢી ગયો છે. અમલ એટલે પાવર, ઝેરનો પાવર ચઢી ગયો છે. આને દાન આપો. પાંચ-પચ્ચીસ લાખના મંદિર બંધાવો. જાવ ! તમારું કલ્યાણ થઈ જશે. એ બધો મિથ્યાત્વનો પાવર ચઢી ગયો છે.
નાનાલાલભાઈને પેલા પંડિતે ૨૦૦૬ની સાલમાં કહ્યું હતું. રાજકોટમાં મોટું મંદિર બંધાવ્યું અને ઉ૫૨ સોનાના કળશ ચઢાવ્યા. ત્યારે ઇન્દોરના પંડિતે કહ્યું કે- આ મંદિર બંધાવ્યું અને ઉ૫૨ સોનાનો કળશ... તમારો મોક્ષ થઈ જશે. ત્યારે નાનાલાલ ભાઈએ કહ્યું – અમે એમ માનતા નથી. અમારા મહારાજ એમ કહેતા નથી. એ તો શુભભાવ છે.
ત્યાં બેંગ્લોરમાં બાર લાખનું મંદિર બનાવ્યું છે. આઠ લાખ એક દેરાવાસીએ આપ્યા, ચા૨ લાખ એક સ્થાનકવાસીએ આપ્યા; બન્ને દિગમ્બર છે. ત્યા૨ે તો હજુ પ્રતિષ્ઠા પણ નહોતી થઇ. એમ કહેતા કે- લોકો જોવા આવે છે. ત્યારે અમે કહેલું – આઠ લાખનું દાન કર્યું માટે ધર્મ થશે ? એનો પુણ્યનો ઉદય આઠ લાખ ખર્ચ્યા તો ચાલીશ લાખનો વેપારમાં નફો થયો, પછી લોકો વાતો કરે – મહા૨ાજની લાકડી ફરે એટલે પૈસા આવે. ધૂળમાંય નથી સાંભળને! એ તો પૂર્વના પુણ્યનો યોગ હોય તો આવે તેમાં આત્માને શું ? અને દાનના જે ભાવ કર્યા હતા તેમાં તે આત્માને શું ? અને દાનના જે ભાવ કર્યા હતા તે પુણ્યના ભાવ ઝેર છે. વાત તો એમ જ છે. અમૃતનો સાગર જ્યાં ઉછળે ત્યાં ઝેરની કિંમત શું થાય?
અમૃતના અપરિમિત સ્વભાવથી ભરેલો પ્રભુ છે, એનો જ્યાં દૃષ્ટિમાં અનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com