________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૯
કલશ-૧૧૨ માનવાવાળો છે તે પાગલ છે એમ કહે છે.
શુભક્રિયા તે મોક્ષમાર્ગ છે એવા પક્ષપાતરૂપ ભાગ તેનાથી થયો છે પાગલ આહાહા! પાગલપણું
વળી કેવું છે? “વીસામોહં' જેણે મોહ પીધો છે. શુભક્રિયાને મોક્ષમાર્ગ માને છે તેણે મિથ્યાત્વ પીધું છે. “તમો” ગળ્યું(પીધું) છે (મોડું) વિપરીતપણું જેણે, એવું છે,”શુભક્રિયા તે મોક્ષમાર્ગ છે એવું મિથ્યાત્વ પીધું છે જેમણે. આટલું તો સ્પષ્ટ કરે છે. એ લોકો રાડો પાડે છે. તેમણે મોહનો દારૂ પીધો છે. એ લોકો કહે છે ને કે- ટોડરમલ અને બનારસીદાસ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે. અહીંયા કહે છે કે અજ્ઞાની મિથ્યાત્વનો મોહ પીને નાચ્યા છે. સમજમાં આવ્યું? અંદર છે કે નહીં?
કોઈ ધતૂરો પી ને ઘેલો થાય છે એના જેવો તે જે પુણ્યકર્મને ભલું માને છે.” આટલું સ્પષ્ટ હોવા છતાં એ લોકો પોકાર કરે છે. શુભજોગ તે મોક્ષમાર્ગ છે. અરે... પ્રભુ આ શું કરે છે ભાઈ !
શ્રોતા:- શાસ્ત્રમાં લખ્યું છે કે- ધતૂરો પી ને નાચે છે.
ઉત્તરઃ- ધતૂરો પીને નાચ્યા. તેને માટે કહે છે કે- આહાહા! ટોડરમલ અને બનારસીદાસ સમ્યજ્ઞાન પી ને નાચ્યા છે. એ વાત હવે કહે છે.
વળી કેવું છે? “કમરમરત નાટ્યત” ભ્રમ નામ ધોખા-વિપરીત ભાવ તેનો અમલ ચઢી ગયો છે, વિપરીત ભાવ અર્થાત્ મિથ્યાત્વનો અમલ ચઢી ગયો છે, પાવર ચઢી ગયો છે. શુભક્રિયાથી ધર્મ અને મોક્ષમાર્ગ તેણે મોહનો પ્યાલો પીધો છે. જે પુણ્યકર્મને ભલા માને છે એવો ભ્રમ અજ્ઞાનીને થયો છે. તેને મિથ્યાત્વનો અમલ ચઢી ગયો છે.
“મમરાત નાટ્યત”ભ્રમ નામ) ભ્રાન્તિ તેનો અમલ, તેનું અત્યંત ચડવું, મિથ્યાત્વનો પાવર એકદમ ચઢી ગયો છે. મોહનું ઘેલાપણું ચઢી ગયું છે. એ કારણે (નાટય ) નાચે છે. શુભક્રિયા ધરમની છે એવું મિથ્યાત્વ પી ને નાચે છે. આકરું કામ છે ભાઈ ! આહા... અટકવાના સાધનો અનેક અને છૂટવાનું સાધન એક છે. ભગવાન પૂર્ણાનંદનો આશ્રય લેવો તે છૂટવાનું સાધન છે. આ બંધનના સાધન તો અનેક છે. સમજમાં આવ્યું?
(નાટ્યત) એવો શબ્દ વાપર્યો છે. નાચ્યા છે એમ કહે છે. એ લોકો એમ કહે છે અધ્યાત્મની ભાંગ પી ને નાચ્યા છે. (આપણે કહીએ) તેઓ મિથ્યાત્વની ભાંગ પી ને નાચ્યા છે. પુણ્યથી ધર્મ માનનારા મિથ્યાત્વ પી ને નાચ્યા છે. અરે ભાઈ ટોડરમલ અને બનારસીદાસ કોણ છે? ભાઈ ! એ કોણ છે તેની તને ખબર નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com