________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૬
કલામૃત ભાગ-૩ લીલામાત્રથી, ભગવાન શુદ્ધ પ્રકાશનો અનુભવ એ લીલા માત્ર અનુભવ છે. આહાહા ! પુણ્ય-પાપનો ભાવ તે તો ઝેરીલો સ્વાદ છે. અને તેને તો છોડી દીધો છે. આહાહા પોતાના ચૈતન્ય પ્રકાશના સામર્થ્ય દ્વારા પોતાની લીલામાત્રથી પ્રગટ થયે છે એમ કહે છે. આનંદની કલિ કરતા કરતા કેવળજ્ઞાન પ્રગટ થશે એમ કહે છે. આ પુણ્ય-પાપ અધિકારનો છેલ્લો કળશ છે ને!
આહા ! સહજ આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા; પોતાના આશ્રયથી - પોતાની લીલામાત્રના સહજ ભાવથી પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે; “તે કેવો છે?” સહજ રૂપથી પ્રગટ થયો છે. પ્રગટ થયેલો એ આત્મા કોઈ રાગની ક્રિયાથી – સહાયથી પ્રગટ થયો છે એમ નથી. પોતાના ચૈતન્ય પ્રકાશનું પૂર, પોતાના સામર્થ્યથી, પોતાની લીલા કરતાં કરતાં, આનંદનો અનુભવ કરતાં કરતાં પ્રગટ થયો છે.
પ્રશ્ન:- જ્યારે ગુરુ અનુભવ કરાવે ત્યારે થાય ને?
ઉત્તર- અનુભવ કોણ કરાવે ! શાસ્ત્ર દિશા દેખાડે પણ રહે અળગા ત્યારે અળગા અર્થાત્ ભિન્ન એ શું કહ્યું? શાસ્ત્ર કે ગુરુ દિશા દેખાડી અળગા રહે, એ કાંઈ અંદરમાં પ્રવેશ કરાવે નહીં. એ તો દિશા દેખાડી એમ કહે – આ દિશા છે ત્યાં જાઓ બસ. આ છેલ્લો શ્લોક છે. આનંદના અમૃતના કળશો છે. શુભ અશુભભાવ એ તો ઝેરીલો સ્વાદ છે વિષકુંભ છે. એ રાગની સહાય વિના ભગવાન પોતાના શાંત રસના સ્વાદથી... આનંદના શાંતરસના અદ્ભુત સ્વાદથી પ્રગટ થયો છે. , એ સ્વાદ પુણ્ય-પાપના સ્વાદ વિનાનો છે. એમ કહે છે.
(પરમવયા) નિરંતરપણે અતીન્દ્રિય સુખ પ્રવાહની સાથે, અર્થાત્ કેવળજ્ઞાનની સાથે ક્રિીડા માંડી છે. અંતરાત્માનો, જ્ઞાનનો અનુભવ થયો એ જ્ઞાનના અનુભવમાં પુણ્યપાપના ભાવનો અભાવ છે. એવી જ્ઞાનકળાની સાથે અર્થાત્ કેવળજ્ઞાનની સાથે ક્રિીડા માંડી છે. હવે તેને અલ્પકાળમાં કેવળજ્ઞાન થશે. એકવાર કહ્યું હતું ને કેસમ્યજ્ઞાન થયું, પુણ્ય-પાપથી રહિત આત્મા પ્રગટ થયો તે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. આવો. આવો... અહીં આવો.. એ અલ્પજ્ઞાન કેવળજ્ઞાનની સાથે ક્રિીડા કરતું. કરતું તે હવે કેવળજ્ઞાનને બોલાવે છે. અરે ! આ તે કાંઈ વાત છે! (એ પ્રગટ થયેલ જ્ઞાનના અનુભવમાં) પુણ્યની ક્રિયાની તો ક્યાંય ગંધ પણ નથી, તે સાધન નથી. પોતાના આનંદ સ્વભાવની કળામાં એકાગ્ર થઈને કેવળજ્ઞાનની સાથે ક્રિીડા કરે છે. “નિરંતરપણે અતીન્દ્રિય સુખ પ્રવાહની સાથે પ્રાપ્ત કર્યું છે પરિણમન જેણે.
સમયસાર નાટકમાં આવે છે કે- “સદગુરુ કહે સહજકા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા” આ ધંધો સહજનો છે, સહજનો આ સોદો છે. સહજાનંદ પ્રભુ! પોતાના આનંદ રસની ક્રીડા કરતાં કરતાં કેવળજ્ઞાન લ્ય છે. અહીં ચારિત્રદશા લેવી છે ને ! ચારિત્ર એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com